તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPLની ઓપનિંગ મેચ:13 સીઝનમાં ચોથીવાર મુંબઈ અને ચેન્નઈ પ્રથમ મેચ રમશે, મુંબઈ સૌથી વધારે 7 ઓપનિંગ મેચ રમનાર ટીમ બનશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ત્રણ ઓપનિંગ મેચમાં બે મુંબઈ અને એક ચેન્નઈ જીત્યું છે
  • અત્યાર સુધી રમાયેલી 12 ટૂર્નામેન્ટમાં 7 વાર આ બન્ને ટીમ ચેમ્પિયન બની છે. તેમા ચેન્નઈ 3 અને મુંબઈ 4 વાર જીત્યું છે

કોરોના વાઈરસના કારણે UAEમાં રમાનાર IPLની 13મી સીઝનનો કાર્યક્રમ રવિવારે જાહેર થયો. આ વખતે ઓપનિંગ મેચ ડિફેંડિંગ ચેમ્પિયન મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. લીગના ઈતિહાસમાં આ ચોથીવાર છે જ્યારે બન્ને ટીમ ઓપનિંગ મેચ રમશે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં બેવાર મુંબઈ અને એક વાર ચેન્નાઈ જીત્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધારે સાતવાર IPLની ઓપનિગ મેચ રમનાર ટીમ બનશે. તેણે અત્યાર સીધી 6 ઓપનિંગ મેચ રમી છે. જોકે કોલકતા નાઈટરાઈડર્સે પણ આટલી જ વાર ઓપનિંગ મેચ રમી છે.

બન્ને ટીમ વચ્ચે IPLની ગત ઓપનિંગ મેચ 2018માં રમાઈ હતી. ત્યરે ચેન્નઈ સુપરકિંગ્સ રોમાંચક મેચને એક વિકેટે જીત્યું હતું. તે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 165 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ એક બોલ બાકી હતો ત્યાં 9 વિકેટના નુકસાને 169 રન બનાવી લીધા હતા.

આ પહેલા બન્ને ટીમે 2012માં પણ ઓપનિંગ મેચ રમી હતી. ત્યારે મુંબઈ 8 વિકેટે જીત્યું હતું. 2009ની સીઝનમાં મુંબઈએ ઓપનિંગ મેચમાં ચેન્નઈને 19 રને હરાવ્યું હતું.

બન્ને ટીમ સાતવાર IPL નું ટાઈટલ જીતી છે
IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી રમાયેલી 12 સીઝનમાં સાતવાર બન્ને ટીમે ટાઈટલ જીત્યું છે. મુંબઈ સૌથી વધારે ચારવાર અને ચેન્નઈ ત્રણવાર ચેમ્પિયન બન્યું છે. મુંબઈએ 2013માં સૌપ્રથમ ટાઈટલ જીત્યું હતું. ત્યાર પછી 2015, 2017 અને 2019માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈની ટીમે 2010 અને 2011 એમ બેવાર સતત ટાઈટલ જીત્યું હતું અને તે 2018માં પણ ચેમ્પિયન બની હતી. ચેન્નઈની ટીમ 10 વાર IPL પ્લેઓફ રમી છે, જેમા 8 વાર ફાઈનલમાં પહોંચી છે.

ચેન્નઈની ટીમ ચારવાર રનર-અપ રહી
ચેન્નઈની ટીમ ચારવાર રહી છે. મુંબઈ એકમાત્ર એવી ટીમ છે જેણે સૌથી વધારે વાર ચેન્નઈને રહાવ્યું છે.બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે. જેમા 17 વાર મુંબઈ અને 11 વાર ચેન્નઈ જીત્યું છે.

IPLની 13મી સીઝનનો કાર્યક્રમ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો