તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl 2020
 • First Rajasthan Royals And Royal Challengers Bengaluru Face to face; The Match Between Delhi Capitals And Chennai Super Kings In The Evening

IPLમાં આજે ડબલ હેડર:પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને; સાંજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

4 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPLની 13મી સિઝનમાં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) છે. રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે બપોરે 3:30 વાગ્યે પ્રથમ મેચ દુબઇમાં રમાશે. આ પછી, દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાંજે સાડા સાત વાગ્યે શારજાહમાં આમને- સામને ટકરાશે.

સિઝનમાં 5 મેચ હારી ચુકી રાજસ્થાનની ટીમ બેંગલુરુ સામે જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સિઝનમાં છેલ્લી વખત જ્યારે બંને વચ્ચે મેચ રમાઈ હતી, તો બેંગલુરુએ રાજસ્થાનને 8 વિકેટથી પરાજિત કર્યું હતું. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે રાજસ્થાનને આ મેચ જીતવી જ પડશે. નહિંતર, ટૂર્નામેન્ટમાં આગળનો તેને વધુ મુશ્કેલી પડશે.

ત્યારબાદ સાંજે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. દિલ્હી સિઝનમાં 6 મેચ જીતીને પ્લેઓફની તરફ આગળ વધી રહી છે. જ્યારે, ચેન્નાઈનું અત્યાર સુધીનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં તેણે હવે દરેક મેચમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. સિઝનમાં બંને ટીમો વચ્ચેની પહેલી મેચમાં દિલ્હીએ ચેન્નાઈને 44 રનથી હરાવ્યું હતું.

રાજસ્થાન- બેંગલુરુના મોંઘા ખેલાડી
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને -ઓલરાઉન્ડર બેન સ્ટોકસ સૌથી મોંઘા ખેલાડી છે, જેની કિંમત રૂપિયા 12.50 કરોડ છે. જ્યારે, આરસીબીનો કેપ્ટન કોહલી સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને સિઝનના 17 કરોડ રૂપિયા આપશે. તેમના પછી ટીમમાં એબી ડીવિલિયર્સનું નામ છે, જેમને આ સિઝનમાં 11 કરોડ રૂપિયા મળશે.

પોઇન્ટ ટેબલમાં બેંગલોર ટોપ -3માં, રાજસ્થાન નંબર -7 પર
IPL પોઇન્ટ ટેબલમાં બેંગ્લોર ત્રીજા ક્રમે છે. બેંગલુરુએ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 4 મેચ જીતી છે અને તેના 8 પોઇન્ટ છે. જ્યારે, રાજસ્થાન 6 પોઇન્ટ સાથે ટેબલમાં સાતમા સ્થાને છે. રાજસ્થાન 8 માંથી 3 મેચ જીત્યું છે અને 5 હારી ગયું છે.

દિલ્હી- ચેન્નાઈના મોંઘા ખેલાડી
CSKમાં કેપ્ટન ધોની સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સિઝનના 15 કરોડ રૂપિયા આપશે. તેમના પછી, ટીમમાં કેદાર જાધવનું નામ છે, જેમને આ સિઝનમાં 7.80 કરોડ રૂપિયા મળશે. જ્યારે, દિલ્હીમાં ઋષભ પંત 15 કરોડ અને શિમરોન હેટમાયરની 7.75 કરોડની કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે.

દિલ્હી ફોર્મમાં, ચેન્નાઈનું પ્રદર્શન ખાસ નહીં
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સે સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હીએ સિઝનમાં અત્યાર સુધીમાં 8માઠી 6 મેચ જીતી છે અને તે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જ્યારે, સિઝનમાં ચેન્નાઈ કઈ ફોર્મમાં જોવા મળતું નથી. ચેન્નાઈ 6 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. સિઝનમાં ચેન્નાઈ 8 માંથી 3 મેચ જીતી અને 5 હારી છે.

પિચ અને વેધર રિપોર્ટ
દુબઈ અને શારજાહની મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. તાપમાન દુબઈમાં 22 થી 36 ડિગ્રી અને શારજાહમાં 23 થી 36 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બંને જગ્યાએ બેટ્સમેનને મદદ કરી શકે છે. અહીં ધીમી વિકેટ હોવાને કારણે સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. દુબઇમાં આ IPL પહેલા અહીં યોજાયેલી છેલ્લી ટી -૨૦ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમના વિજયનો સક્સેસ રેટ 55.74% રહ્યો છે. જ્યારે, શારજાહમાં રમાયેલી છેલ્લી 13 ટી-20 માં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 69% નો રહ્યો છે.

દુબઈમાં રેકોર્ડ

 • આ મેદાન પર રમાયેલી કુલ ટી-20: 61
 • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 34
 • પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી: 26
 • પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર: 144
 • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 122

શારજાહમાં રેકોર્ડ

 • આ મેદાન પર રમાયેલ કુલ ટી 20: 13
 • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 9
 • પ્રથમ બોલિંગ કરમારી ટીમ જીતી: 4
 • પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર: 149
 • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 131

બેંગ્લુરુ અત્યાર સુધી ટાઇટલ જીતી શક્યું નથી
RCBએ 2009માં અનિલ કુંબલે અને 2011માં ડેનિયલ વેટ્ટોરીની કપ્તાની હેઠળ ફાઈનલ રમી હતી. 2016માં વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ફાઈનલમાં પણ પહોંચી હતી. પરંતુ દરેક વખતે ટીમનું નસીબ ખરાબ રહ્યું. જ્યારે, રાજસ્થાન એકવાર (2008)માં ફાઇનલમાં પહોંચ્યું અને ટાઇટલ જીત્યું હતું.

દિલ્હી એકલી એવી ટીમ, જે અત્યાર સુધી ફાઇનલ રમ્યું નથી; ચેન્નાઈએ 3 વખત ટાઇટલ જીત્યું
દિલ્હી એકલી એવી ટીમ છે, જે અત્યાર સુધી ફાઇનલ રમ્યું નથી. જો કે, દિલ્હી ટુર્નામેન્ટના શરૂઆતની બે સિઝન (2008, 2009)માં સેમીફાઇનલ સુધી પહોંચ્યું હતું. જ્યારે, મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનીવાળી ચેન્નાઈએ સતત બે વખત 2010 અને 2011માં ટાઇટલ જીત્યું હતું. છેલ્લી વખત આ ટીમ 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે ચેન્નાઈ પાંચ વખત ( 2008, 2012, 2013, 2015 और 2019) IPLમાં રનરઅપ રહ્યું છે.

IPLમાં રાજસ્થાનનો સક્સેસ રેટ બેંગલુરુથી વધુ
લીગમાં રાજસ્થાન રોયલ્સનો સક્સેસ રેટ 50.65% છે. રાજસ્થાને કુલ 155 મેચ રમી છે, જેમાં 78માં જીત મેળવી હતી અને 75માં હાર મળી હતી. 2 મેચ નો રિઝલ્ટ રહી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સક્સેસ રેટ 47.83% છે. બેંગલુરુએ કુલ 189 મેચ રમી છે, તેમાંથી 89માં જીત મેળવી છે અને 96 હારી છે. જ્યારે 4 મેચ અનિર્ણિત રહી છે.

IPLમાં ચેન્નાઈનો સક્સેસ રેટ સૌથી વધુ
IPL માં ચેન્નાઈનો સક્સેસ રેટ સાઈથી વધુ 60.17 % છે. CSKએ અત્યાર સુધીમાં કુલ 173 મેચ રમી છે. 103 મેચ જીતી છે અને 69 મેચ હાર્યું છે. એક મેચ અનિર્ણિત રહી. જ્યારે દિલ્હીનો સક્સેસ રેટ 45.08% છે. દિલ્હીએ અત્યાર સુધીમાં કુલ 185 મેચ રમી છે. 83 મેચ જીત્યું છે અને 100 હાર્યું છે. 2 મેચ અનિર્ણિત રહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો