તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પાકિસ્તાન મૂળનો ખેલાડી IPL રમશે:ઝડપી બોલર અલી ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતો જોવા મળશે,ટીમમાં હેરી ગર્નીનું સ્થાન લેશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સ્થિતિ વચ્ચે UAEમાં 19 સપ્ટેમ્બરથી દર્શકોની ગેરહાજરીમાં શરૂ થશે, ફાઈનલ 10 નવેમ્બરના રોજ રમાશે
  • અલી ખાન કેરેબિયન પ્રીમિયર લીગમાં શાહરુખ ખાનની ટીમ ત્રિંબાગો નાઈટ રાઈટર્સ માટે રમે છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ વખતે અમેરિકાના ખેલાડી અલી ખાન (29)ની પણ એન્ટ્રી થઈ છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકાનો કોઈ ખેલાડી રમશે. પાકિસ્તાનનો મૂળ વતની અલી ખાન ઈગ્લેન્ડના ઝડપી બોલર હૈરી ગર્નીનું ટીમમાં સ્થાન લેશે. ઈગ્લેન્ડના ખેલાડી ગર્નીને ખભાના ભાગમાં ઈજા પહોંચતા IPLમાંથી બહાર થયો છે. તેને લીધે તે ગયા મહિને ઈગ્લેન્ડની વિટાલિટી બ્લાસ્ટમાં પણ રમ્યો ન હતો.

TKRએ CPL 2020 સામે જીત મેળવી
અલી ખાન કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2020માં ત્રિંબોગો નાઈટ રાઈડર્સ (TKR) તરફથી રમતો જોવા મળ્યો હતો. આ સિઝનમાં TKR જ ચેમ્પિયન બન્યુ છે. ટીમે ટુર્નામેન્ટની તમામ 12 મેચમાં વિજય મેળવ્યો હતો. TKR અને KKR બન્ને ટીમના માલિક બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન છે.

અલી ખાને બ્રાવો સાથે ફોટો શેર કર્યો
શાહરુખની ટીમની જીતના ફોટો શેર કર્યા હતા. બીજી બાજુ, અલી ખાને TKRના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સાથે ફ્લાઈટની અંદર લેવામાં આવેલા એક ફોટો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- હવે પછીનું સ્ટોપ દુબઈ. કારણ કે, અલી અને બ્રાવો IPLમાં અલગ-અલગ ટીમમાંથી રમશે. બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમતો દેખાશે.

અલીએ CPLમાં 8 વિકેટ લીધી
અલીએ CPLની આ સિઝનમાં 8 મેચમાં 7.43ના ઈકોનોમી રેટથી 8 વિકેટ લીધી છે. તે 3 વર્ષથી વિશ્વની તમામ ક્રિકેટ લીગ રમી રહ્યા છે. KKR માટે IPLએ ગત સિઝનમાં સ્ટેન્ડ બોય તરીકે સામેલ થયો હતો. અલીની ખાસ વાત એ છે કે તે 140ની ઝડપથી યોર્કર ફેકી શકે છે.

PSLમાં પણ રમી ચુક્યો છે અલી ખાન
અલી ખાનનો જન્મ પાકિસ્તાનના પંજાબના અટકમાં થયો હતો. 18 વર્ષની ઉંમરમાં તે માતા-પિતા સાથે અમેરિકા જતો રહ્યો હતો. અહીં તે અમેરિકાની નેશનલ ટીમ તરફથી રમે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો