તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિઝની સ્ટાર ઈન્ડિયાએ આઈપીએલની 13મી સિઝનમાં જાહેરાત દ્વારા લગભગ રૂ. 2500 કરોડની કમાણી કરી છે. અનેક ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ અને સૂત્રો મુજબ, બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડિયાએ ટીવીમાંથી રૂ.2250 કરોડની એડ રેવેન્યુ જનરેટ કરી છે, જ્યારે વીડિયો ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ સર્વિસ હોટસ્ટારના એડ સેલ્સમાંથી રૂ.200-250 કરોડની કમાણી કરી છે. સ્ટાર ઈન્ડિયાએ આઈપીએલની છેલ્લી સિઝનમાં લગભગ રૂ.2200 કરોડની કમાણી કરી હતી. જેમાં બ્રોડકાસ્ટ અને હોટસ્ટાર બંનેની કુલ રેવેન્યુ હતી.
આ વખતે સ્ટારને 18 સ્પોન્સર મળ્યા હતા
{ આ વખતે સ્ટારને 18 સ્પોન્સર મળ્યા હતા, જ્યારે તેની પાસે 117 એડવર્ટાઈઝર હતા. આ વખતે ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ડિજિટલ વોલેટ પ્લેટફોર્મ, ઓનલાઈન લર્નિંગ એપ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને ફૂડ બ્રાન્ડ્સ સહિતના કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર હતા.
પ્રારંભિક 41 મેચ 700 કરોડ મિનિટ જોવામાં આવી
આગામી સિઝનમાં 9 ટીમ થઈ તો બોર્ડને વધારાના 872 કરોડ મળશે
આઈપીએલની આગામી સિઝનમાં એક કે બે ટીમ વધારવાની વાત ચાલી રહી છે. ટીમોની સંખ્યા વધારવાની અસર બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડિયા પર પણ પડશે. જો 9 ટીમ થશે તો 76 મેચ રમાશે. આથી બ્રોડકાસ્ટરને લાઈસન્સિંગ ફીસ તરીકે બીસીસીઆઈને રૂ.872 કરોડ વધારાના આપવા પડશે. એટલે કે, દરેક મેચના રૂ.54.5 કરોડ.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.