તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેપ્ટનશિપમાં પરિવર્તન:KKRના કેપ્ટનપદેથી દિનેશ કાર્તિકનું રાજીનામું, હવે વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના કેપ્ટન ઓઇન મોર્ગનના હાથમાં સુકાન, RRમાં પણ સ્મિથના રાજીનામાની હવા

5 દિવસ પહેલા
  • આક્રમક નીતિ માટે જાણીતા મોર્ગનને સુકાનીપદ સોંપાતાં KKRની શક્યતા વધી
  • કાર્તિક પર બેટિંગ, વિકેટકીપિંગ અને કેપ્ટનશિપનો ભાર સ્પષ્ટ વર્તાતો હતો
  • રાજસ્થાન રોયલ્સમાં પણ સ્ટિવ સ્મિથના સ્થાને બટલરને કેપ્ટન બનાવાયો હોવાની હવા ચગી

IPL સીઝન-13 અડધી પૂરી થવા આવી છે ત્યારે 7 મેચ બાદ કોલકાતા નાઈટરાઈડર્સ (KKR)ના કેપ્ટનપદેથી દિનેશ કાર્તિકે રાજીનામું આપી દીધું છે અને ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને વાઈસ-કેપ્ટન ઓઇન મોર્ગનને સુકાનીપદ સોંપ્યું છે. મોર્ગનની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ ચેમ્પિયન બની હોવાથી તેના સુકાનીપદ હેઠળ KKRનું પર્ફોર્મન્સ સુધરશે તેવો આશાવાદ છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટનપદેથી સ્ટીવ સ્મિથે પણ રાજીનામું આપ્યું અને તેના સ્થાને જોસ બટલરને કેપ્ટન બનાવાયો હોવાની હવા ચગી છે. ક્રિકેટ ક્રિટિક હર્ષ ભોગલેએ આ અંગે ટ્વીટ કરીને ડિલિટ કરી નાખતાં હવાને વેગ મળ્યો છે.

  • KKRના CEO વેંકી મૈસૂરે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે 'દિનેશ કાર્તિકે જાતે જ આ નિર્ણય લીધો છે અને આવો નિર્ણય કરવા માટે તેમણે દાખવેલી હિંમતનું અમે સન્માન કરીએ છીએ. તેમના નિર્ણયથી અમનેય આશ્ચર્ય થયું છે, પરંતુ ટીમના હિતને ધ્યાનમાં રાખીને અમે 2019ના વર્લ્ડકપ ચેમ્પિયન ઓઇન મોર્ગનને ટીમનું સુકાન સોંપીએ છીએ'
  • ઉલ્લેખનીય છે કે દિનેશ કાર્તિકની કેપ્ટનશિપ હેઠળ ચાલુ સીઝનમાં KKRનો દેખાવ પ્રમાણમાં નબળો રહ્યો છે. બેટ્સમેન, વિકેટકીપર ઉપરાંત કેપ્ટનશિપનો ભાર દિનેશ કાર્તિકના પર્ફોર્મન્સ પર વર્તાતો હોવાનું સ્પષ્ટ કળાતું હતું. ટીમ 7માંથી 4 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાન માટે આશા હજુ જીવંત છે ત્યારે કેપ્ટનશિપમાં આ પરિવર્તન KKR માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
  • કાર્તિકના સ્થાને કેપ્ટન બનેલ ઓઇન મોર્ગન આક્રમક રણનીતિ માટે જાણીતો છે. તેની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બોલથી જ હરીફ પર આક્રમણ કરવાનો સ્વભાવ કેળવી શકી હતી. ફિલ્ડિંગ અને બોલિંગમાં પણ તે રન રોકવાને બદલે વિકેટ પાડવા તરફ જ ધ્યાન કેન્દ્રિત કરે છે. હજુ પ્લે-ઓફ બાકી છે ત્યારે મોર્ગનની કેપ્ટનશિપ KKRમાં કેવો ફેરફાર લાવી શકે છે એ જોવું પણ રસપ્રદ રહેશે.

IPLની આ સીઝનમાં કાર્તિકનું પ્રદર્શન
IPLની આ સીઝનમાં દિનેશ કાર્તિકે 7 મેચ રમી છે જેમાં 108 રન બનાવ્યા છે. આ સીઝનમાં 58 રન તેનો હાઈએસ્ટ સ્કોર છે. તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં તે 36મા નબરે છે. આ સીઝનના પ્લેયર પોઈન્ટ્સની યાદીમાં 49.5 પોઈન્ટ્સ સાથે તે 74મા નંબરે છે.

રાજસ્થાન રોયલ્સમાં પણ પરિવર્તન?
KKRના પગલે રાજસ્થાન રોયલ્સની ટીમમાં પણ નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યું હોવાની ચર્ચા જાગી છે. પોઈન્ટ ટેબલમાં ટકી રહેવા માટે સંઘર્ષરત રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથ નિષ્ફળ રહ્યો છે. બેટિંગમાં પણ તે ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. જાણીતા ક્રિકેટ ક્રિટિક હર્ષ ભોગલેએ આ અંગે ટ્વીટ કર્યું હતું અને પછી તરત ડિલિટ કરી નાખ્યું હતું. એથી આ ચર્ચાએ જોર પકડ્યું છે. અલબત્ત, ટીમ મેનેજમેન્ટ તરફથી આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી.

અગાઉ આવું ક્યારે બન્યું હતું?
2011: ડેક્કન ચાર્જર્સના કેપ્ટન તરીકે કુમારા સંગાક્કારાએ રાજીનામું આપી દેતાં તેના સ્થાને કેમેરુન વ્હાઈટને કેપ્ટન બનાવાયો હતો.
2012: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન તરીકે ડેનિયલ વેટ્ટોરી હતો, પરંતુ એક મેચમાં પોતાના કરતાં મુથૈયા મુરલીધરન વધુ સારું પર્ફોર્મ કરી શકશે એવું લાગતાં તેણે વિરાટ કોહલીને કેપ્ટનશિપ સોંપી હતી અને ટીમમાંથી બહાર થઈને મુરલીધરન માટે જગ્યા કરી આપી હતી.
2013: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટની અધવચ્ચે જ રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી દીધી હતી.

2018: દિલ્હીની ટીમના કેપ્ટન તરીકે ગૌતમ ગંભીરને હટાવીને તેના સ્થાને શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો