તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Dhoni's Mantra Of Success, Cricket Is Like Life, It Doesn't Happen The Way You Want It To, Learning From Failure Makes You Successful Again

CSKની વિનિંગ ફોર્મ્યુલા:ધોનીએ આપ્યો સક્સેસ મંત્ર, ક્રિકેટ એ જીવન જેવું છે, તમે ઈચ્છો તેવું ન થાય ત્યારે નિષ્ફળતાનું લર્નિંગ તમને ફરી સફળ બનાવે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદની ઇનિંગ્સ પહેલા ટીમને સૂચના આપતો કેપ્ટન એમએસ ધોની.

IPL 2020ની 13મી સીઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સની શરૂઆત ઠંડી રહી હતી પરંતુ ગઈકાલે તેમણે સનરાઇઝર્સનો સનસેટ કરતા તેમના લોયલ ફેન્સે રાહતનો શ્વાસ લીધો. પ્રથમ 7માંથી 5 મેચ હાર્યા પછી આઠમી મેચ દરમિયાન ટોસ વખતે કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટને જીવન સાથે સરખાવ્યું અને પોતાની વાતથી એ પણ સાબિત કર્યું કે, હારથી માહીના માઈન્ડસેટ પર કોઈ અસર થતી નથી. ધોનીએ કહ્યું કે, ક્રિકેટ એ જીવન જેવું જ છે, હંમેશા તમે ઈચ્છો તેવું થતું નથી, પરંતુ તમે પ્રોસેસ તરીકે શું ફોલો કરી શકો છો તે જીવન તમને શીખવાડે છે. આમ, નિષ્ફ્ળતાનું લર્નિંગ તમને ફરી સફળ બનાવે છે.

ટૂર્નામેન્ટની પહેલે મેચથી જ ડેડીઝ આર્મીની ટીમમાં ઈન્ટેન્ટ એટલે કે ઈરાદાની કમી જોવા મળી હતી. જોકે, મંગળવારે એન્જીનને ઓઇલ મળી ગયું હોય તેમ ધોની સેનાએ શરૂઆતથી હૈદરાબાદના હીરોઝ પર પોતાનો હાથ રાખ્યો હતો. ચેન્નાઈએ ઓપનિંગમાં આક્રમક શરૂઆત માટે ફાફ ડુ પ્લેસીસની સાથે શેન વોટ્સનની જગ્યાએ સેમ કરનને ઓપનિંગમાં મોકલ્યો હતો. જોકે, જીવનની જેમ ક્રિકેટમાં પણ દરેક તબક્કે અવરોધ તો આવે જ. ડુ પ્લેસીસ શૂન્ય રને પેવેલિયન ભેગો થયો. તેવામાં કોઈ રેગ્યુલર બેટ્સમેન સાવચેતી સાથે ઇનિંગ્સ બિલ્ડ કરે તેમ કરવાની જગ્યાએ કરને જે કાર્ય માટે આવ્યો હતો, તે જ કરવાનું ચાલુ રાખ્યું. તેણે ખલીલ અહેમદની બોલિંગમાં 2 સિક્સ અને 2 ફોર મારી. 21 બોલમાં 31 રન કર્યા અને આવનારા બેટ્સમેનોને એક સ્ટેજ આપ્યું.

વોટ્સન અને રાયુડુએ સ્થિરતા આપી, જાડેજાની ઇનિંગ્સ નિર્ણાયક સાબિત થઇ
કરનના આઉટ થયા પછી શેન વોટ્સન અને અંબાતી રાયુડુએ હાથ મિલાવ્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી અને અનુક્રમે 42 અને 41 રન કર્યા. જ્યારે તેઓ ધોકાબાજી શરૂ કરવા ગયો તો બંનેએ ફૂલ ટોસમાં વિકેટ ગુમાવી. સેટ બેટ્સમેન ડેથ ઓવર્સ પહેલા જ આઉટ થતા વધુ એક અવરોધ. જોકે, રવિન્દ્ર જાડેજાએ ટીમને ટૂર્નામેન્ટમાં જ્યારે સૌથી વધુ જરૂર હતી, ત્યારે રન મારીને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. જડ્ડુએ 10 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 25 રન કર્યા. અંતમાં તેની ઇનિંગ્સ નિર્ણાયક પુરવાર થઇ અને તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.

બોલર્સે રંગ રાખ્યો
સ્કોર ડિફેન્ડ કરતા બોલર્સે સચોટ લાઈન અને લેન્થથી બોલિંગ કરતા હૈદરાબાદને હાવી થવાની કોઈ તક આપી નહોતી. ધોનીએ દરેકનો એકદમ સરખો પ્લેયર-ટુ-પ્લેયર માર્કિંગ પ્રમાણે ઉપયોગ કર્યો. ધોનીએ મેચ પછી કહ્યું કે, 160 જેટલો સ્કોર કર્યા પછી તમે બોલ સાથે પહેલી 6 ઓવરમાં કેવી સ્ટાર્ટ મેળવો છો તેના પર રિઝલ્ટની દિશા નિર્ભર કરે છે. હું 6 ઓવર પછી સ્કોર અસેસ કરું છું, જો તે દરમિયાન મિસફિલ્ડ થાય તો 160નો ટાર્ગેટ આપોઆપ ઘટી જાય છે. ફાસ્ટ બોલર્સે આજે સારું પ્રદર્શન કર્યું અને સ્પિનર્સે પણ માભા મુજબ દેખાવ કર્યો. અમારા માટે આ પરફેક્ટ કહી શકાય તેના ઘણા નજીકના લેવલની ગેમ હતી.

કરન અમારા માટે કમ્પ્લીટ ક્રિકેટર છે
ધોનીએ વધુમાં કહ્યું કે, કરન અમારા માટે કમ્પ્લીટ ક્રિકેટર છે. તે એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. સ્પિનર્સ સામે સારું રમે છે. બેટ વડે 15થી 45 રનનું યોગદાન આપી શકે છે. ટીમમાં એક ડાબોડી બોલરની હાજરી હંમેશા ફાયદાકારક હોય છે. બેટ્સમેન તેની સામે વિચારતા રહે છે કે, બોલ અંદર આવશે કે બહાર જશે. અત્યારે અમે તેને ડેથ બોલિંગથી દૂર રાખ્યો છે, પરંતુ ટૂર્નામેન્ટ આગળ વધતી જશે તેમ અમે ડેથમાં વધુ કમ્ફર્ટેબલ થઇ જશું.

અંતમાં ધોનીએ મેચની શરૂઆતમાં કરી હતી એમ પ્રોસેસની વાત કરી. તેણે કહ્યું, અમારે પ્રોસેસ વિશે વધુ વિચારવાની જરૂર છે, તેમ કરીશું તો પોઈન્ટ્સ ટેબલ પોતે જ પોતાનું ધ્યાન રાખી લેશે. અમારે હજી જોવાની જરૂર છે કે આજની ગેમમાં શું ભૂલો કરી, મેચ જીત્યા અને બધું પ્રોપર જ હતું, તેવું વિચારી શકીએ નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો