તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL પહેલા ખેલાડીઓની મસ્તી:ધોનીએ કોરોનાને માત આપનાર દિપક ચહરને સીટી વગાડતા શીખવાડી, યુઝર્સે કહ્યું- આ રીતે રૈનાને પણ બોલાવી લો

2 મહિનો પહેલા
ચેન્નાઈ સુપરકિંગ્સે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો એક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં ધોની દિપક ચહરને સીટી વગાડતા શીખવાડે છે.
  • ચેન્નાઈની ટીમમાં 13 લોકો સંક્રમિત થયા હતા, તે પછી સુરેશ રૈના ટૂર્નામેન્ટ છોડીને ભારત પરત ફર્યો હતો
  • કિંગ્સ ઇલેવન પંજાબના મોહમ્મદ શમી સહિત બધા ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં વોલીબોલ રમ્યા
  • આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAE રમાશે

IPL પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સીટી વગાડતા જોવા મળ્યા હતા. માહી સાથી ખેલાડી દિપક ચહરને સીટી વગાડવાની પ્રેક્ટિસ કરાવતા જોવા મળ્યા હતા. IPL કોરોનાને કારણે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે થશે.

CSKએ ધોનીનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેઓ દિપકને સીટી વગાડતા શીખવે છે. આ અંગે ટિપ્પણી કરતાં યુઝર્સે કહ્યું કે , આ રીતે જ સીટી વગાડીને સુરેશ રૈનાને પણ બોલાવી લો. તે સિવાય CSKએ ધોની સહિત બધા ખેલાડીઓનો પ્રેક્ટિસ કરતો વીડિયો પણ શેર કર્યો છે.

ઋતુરાજનો ત્રીજો ટેસ્ટ પોઝિટિવ

  • તાજેતરમાં ચેન્નાઈની ટીમમાં દિપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ સહિત 13 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • વાઇસ કેપ્ટન સુરેશ રૈના ટૂર્નામેન્ટ છોડીને ઘરે પરત ફર્યો હતો.
  • ઋતુરાજ સિવાય તમામનો ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

પંજાબના ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં વોલીબોલ રમ્યા

  • કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં વોલીબોલ રમતા જોવા મળ્યા. તેનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.
  • આમાં મોહમ્મદ શમી સહિતના ઘણા ખેલાડીઓ પૂલમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

5 સીઝનથી ટોપ-5માં પણ નથી રહી પંજાબની ટીમ

  • પંજાબની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે થશે. ટીમ હજી સુધી ટાઇટલ જીતી શકી નથી.
  • તે છેલ્લી પાંચ સીઝનથી ટોપ-5માં પણ રહી શકી નથી. છેલ્લે ટીમ 2014માં રનરઅપ રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો