તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Dhoni & Team Will Play The Third Match Of The Season, Winning 4 Out Of 5 Matches Against Delhi; The First Match Between The Two In Dubai

IPLમાં આજે ચેન્નઈ vs દિલ્હી:ધોની એન્ડ ટીમ સીઝનની ત્રીજી મેચ રમશે, દિલ્હી સામેની છેલ્લી 5માંથી 4 મેચમાં જીત મેળવી; દુબઈમાં બંનેની વચ્ચે પ્રથમ મેચ

મુંબઈએક મહિનો પહેલા
  • ત્રણ વખત ચેમ્પિયન(2018, 2011, 2010) CSK જો મેચ જીતી લે છે, તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનારી બીજી ટીમ બનશે
  • UAEમાં દિલ્હીનો રેકોર્ડ ખૂબ જ ખરાબ, 2014માં ટીમે અહીં 5માંથી 2 મેચ જીતી અને 3 હારી; જ્યારે ચેન્નઈએ UAEમાં 5માંથી 4 મેચ જીતી હતી

IPLની 13મી સીઝનની 7મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને દિલ્હી કેપિટલ્સ(DC)ની વચ્ચે આજે દુબઈમાં રમાશે. ચેન્નઈની આ સીઝનની ત્રીજી મેચ છે, જ્યારે દિલ્હી માટે આ બીજી મેચ હશે. દિલ્હીની સામે ચેન્નઈનું પલ્લું પહેલેથી ભારી રહ્યું છે. અગાઉની 5 મેચમાંથી ચેન્નઈએ 4 મેચ જીતી છે. ગત સીઝનમાં બંને ટીમ વચ્ચે રમાયેલી 3 મેચમાં ચેન્નઈએ દિલ્હીને પરાજય આપ્યો હતો. બંને ટીમની વચ્ચે દુબઈમાં આ પ્રથમ મેચ હશે.

ધોનીના બેટિંગ ઓર્ડર પર સવાલ ઊઠ્યા હતા
રાજસ્થાન સામેની મેચમાં ધોની 7મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. ધોની પહેલાં સેમ કરન, રવીન્દ્ર જાડેજા અને કેદાર જાધવને બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. મેચમાં ચેન્નઈ 16 રનથી હારી હતી. એ પછી બેટિંગ ઓર્ડરને લઈને ધોનીએ નિંદાનો સામનો કરવો પડ્યો હતો.

રાયડુ અને બ્રાવોના રમવા પર સંશય
ચેન્નઈ માટે અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવોના રમવાને લઈને સંશય છે. રાયડુ હેમ સ્ટ્રિંગની મુશ્કેલીને કારણે રાજસ્થાનની સામેની મેચ રમી શક્યો ન હતો,. જ્યારે બ્રાવો આ સીઝનની શરૂઆતની બંને મેચમાંથી બહાર રહ્યો હતો.

આ રેકોર્ડ પર રહેશે નજર

  • સૌથી વધુ સિક્સ મારનારમાં બીજી નંબરે આવવા માટે એમએસ ધોનીને 2 સિક્સની જરૂર છે.
  • 100 સિક્સના આંકડાએ પહોંચવા માટે શિખર ધવનને 4, જ્યારે ઋષભ પંતને 6 સિક્સની જરૂર છે.

આજે જીતી તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનારી બીજી ટીમ હશે CSK
ત્રણ વખત ચેમ્પિયન(2018,2011,2010) CSK જો આજે મેચ જીતી જાય છે તો 3 ટીમની વિરુદ્ધ 15થી વધુ મેચ જીતનારી બીજી ટીમ બની જશે. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ જ આમ કરી શકે છે.

બંને ટીમના મોંઘા ખેલાડીઓ
CSKમાં કેપ્ટન ધોની સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેમને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. એ પછી ટીમમાં કેદાર જાધવનું નામ છે. તેને આ સીઝનમાં 7.80 કરોડ રૂપિયા મળશે, જ્યારે દિલ્હીમાં ઋષભ પંત 15 કરોડ અને શિમરોન હેટમાયર 7.75 કરોડ રૂપિયાની કિંમતનો મોંઘો પ્લેયર છે.

હેડ-ટુ-હેડ
IPLમાં ચેન્નઈ અને દિલ્હીમાં ધોનીની ટીમનું પલ્લું ભારે પડ્યું છે. બંનેની વચ્ચે અત્યારસુધીમાં 21 મેચ રમાઈ છે. ચેન્નઈએ 15 દિલ્હીએ 6 મેચ જીતી છે. ગત સીઝનમાં દિલ્હી એક વખત પણ ચેન્નઈને હરાવી શકી નથી.

UAEમાં દિલ્હીનો ખરાબ રેકોર્ડ, ચેન્નઈએ 5માંથી 4 મેચ જીતી
લોકસભા ચૂંટણીના કારણે IPL 2009માં સાઉથ આફ્રિકા અને 2014ની સીઝનની શરૂઆતની 20 મેચ યુએઈમાં રમાઈ હતી. ત્યારે UAEમાં દિલ્હીનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો હતો. ટીમે ત્યારે અહીં 5માંથી 2 મેચ જીતી અને 3 હારી હતી, જ્યારે ચેન્નઈએ યુએઈમાં 5માંથી 4 મેચ જીતી હતી.

દિલ્હીએ સુપર ઓવરમાં પંજાબને હરાવ્યું હતું
આ સીઝનમાં દિલ્હીએ તેની અગાઉની મેચ પંજાબની સામે દુબઈમાં જ રમી હતી, જેનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો. સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને માત્ર 3 રને જ હરાવ્યું હતું.

પિચ અને મોસમ રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને ખૂબ જ મદદ મળશે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. આ IPL પહેલાં અગાઉ અહીં રમાયેલી 61 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 55.75 ટકા રહ્યો છે.

  • આ મેદાન પર રમાયેલી કુલ T-20: 61
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતઃ 34
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતઃ 26
  • પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 144
  • બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 122

દિલ્હી એકમાત્ર ટીમ, જે અત્યારસુધીમાં ફાઈનલ રમી નથી
દિલ્હી એકમાત્ર એવી ટીમ છે, જે અત્યારસુધીમાં ફાઈનલ રમી શકી નથી. જોકે દિલ્હી ટૂર્નામેન્ટની શરૂઆતની બે સીઝનમાં(2008,2009) સેમીફાઈનલ સુધી પહોંચી હતી. દિલ્હી કેપિટલ્સમાં યુવા ખેલાડીઓ પર પોતાની ટીમને જીત અપાવવાની જવાબદારી રહેશે. કેપ્ટન શ્રેયાસ અય્યર, ઋષભ પંત અને પૃથ્વી શો જેવા યુવા બેટ્સમેન ટીમના કી-પ્લેયર છે.

CSKનો IPLમાં સક્સેસ રેટ રાજસ્થાનથી વધુ
2008માં IPL જીતનાર રાજસ્થાન રોયલ્સે લીગમાં અત્યારસુધીમાં 148 મેચ રમી છે, જેમાંથી 76માં જીત અને 70માં હાર થઈ છે. 2 મેચ પરિણામ વગરની રહી હતી. CSKએ અત્યારસુધીમાં 167માંથી 101 મેચ જીતી છે અને 65માં તેની હાર થઈ છે. રોયલ્સની જીતનો સક્સેસ રેટ 51.35 ટકા અને CSKનો સૌથી વધુ 60.47 ટકા રહ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો