તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોહલી એન્ડ ટીમ IPL માટે તૈયાર:ડિવિલિયર્સે કહ્યું- વિરાટે ટીમનું નેતૃત્વ કરી એક દાખલો બેસાડ્યો છે, તેના જેવા કેપ્ટનને ફોલો કરવો સરળ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિવિલિયર્સે IPLની 154 મેચમાં 4395 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ 177માં સૌથી વધુ 5412 રન કર્યા છે. -ફાઇલ ફોટો
  • આ વખતે કોરોનાવાયરસને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે
  • વિરાટ કોહલી હેઠળ દક્ષિણ આફ્રિકાનો ડિવિલિયર્સ RCB તરફથી રમે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)નો સિનિયર બેટ્સમેન એબી ડિવિલિયર્સ કેપ્ટન વિરાટ કોહલીથી ભારે પ્રભાવિત છે. તેણે કહ્યું કે, RCB ટૂર્નામેન્ટ માટે તમામ રીતે તૈયાર છે. જેનો શ્રેય કોહલીને જાય છે. તેણે ટીમનું નેતૃત્વ કરી એક દાખલો બેસાડ્યો છે. તેના જેવા કેપ્ટનને ફોલો કરવો સરળ છે.

આ વખતે કોરોનાવાયરસને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે. કોહલી હેઠળ દક્ષિણ આફ્રિકાનો ડિવિલિયર્સ RCB તરફથી રમે છે.

RCBએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. તેમાં ડિવિલિયર્સે કહ્યું, "મને લાગે છે કે એક મહિના પહેલા IPL અંગે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. BCCIએ શાનદાર કામ કર્યું છે. અમે IPL રમવા માટે ખૂબ ઉત્સાહિત હતા. હું પહેલાથી સારું અનુભવી રહ્યો છું."

ટીમે સખત મહેનત કરી છે

  • તેણે કહ્યું, અમે બધાએ સખત મહેનત કરી છે. આ તૈયારીનો સંપૂર્ણ શ્રેય કોહલીને જાય છે. તે ઉદાહરણ રજૂ કરીને ટીમનું નેતૃત્વ કરે છે. જ્યારે તમારી પાસે આ પ્રકારનો કપ્તાન હોય છે, ત્યારે તેને ફોલો કરવો ખૂબ જ સરળ થઈ જાય છે.

પ્લેઇંગ ઇલેવન માટે RCB પાસે ઘણા વિકલ્પો છે

  • તેણે કહ્યું, 'આ વખતે હું કંઈક અલગ જ અનુભવું છું. આ વખતે અમારી પાસે દરેક ડિપાર્ટમેન્ટમાં ઘણા વિકલ્પ છે.
  • વિરાટ અને કોચ શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી શકે છે. અમારી પાસે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ જેવા તમામ ક્ષેત્રોમાં ઘણા બધા વિકલ્પો છે. "

કોહલીએ IPLમાં સૌથી વધુ રન બનાવ્યા છે

  • સાઉથ આફ્રિકન ડિવિલિયર્સે IPLની 154 મેચમાં 4395 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 39.95ની રહી છે.
  • તે જ સમયે, કેપ્ટન વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 177 મેચ રમી છે, જેમાં 37.85 ની સરેરાશથી 5412 રન બનાવ્યા હતા.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો