તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચેન્નાઈએ હૈદરાબાદને 20 રને હરાવ્યું:CSKની 8 મેચમાં ત્રીજી જીત, પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા નંબરે પહોંચ્યું, સનરાઇઝર્સને 14 મેચમાં 10મી વાર માત આપી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેચ જીત્યા પછી ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શેન વોટ્સન.

IPLની 13મી સીઝનની 29મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ હૈદરાબાદને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન જ કરી શક્યું હતું. સીઝનમાં ચેન્નાઈની આ 8 મેચમાં ત્રીજી જીત છે. આ જીતી સાથે ચેન્નાઈ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા ક્રમેથી છઠ્ઠા ક્રમે આવી ગયું છે. ચેન્નાઈ હવે હૈદરાબાદ સામે રમેલી 14માંથી 10 મેચ જીત્યું છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

હૈદરાબાદ માટે કેન વિલિયમ્સને 39 બોલમાં સર્વાધિક 57 રન કર્યા. ચેન્નાઈ માટે કર્ણ શર્મા અને ડ્વેન બ્રાવોએ 2-2 વિકેટ લીધી.

વિલિયમ્સને લીગમાં 13મી ફિફટી મારી
કેન વિલિયમ્સને લીગમાં પોતાની 13મી ફિફટી ફટકારતા 39 બોલમાં 7 ફોરની મદદથી 57 રન કર્યા હતા. તે કર્ણ શર્માની બોલિંગમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો. અગાઉ પ્રિયમ ગર્ગ કર્ણની બોલિંગમાં જાડેજા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 16 રન કર્યા હતા. તે પછી વિજય શંકર 12 રને બ્રાવોની બોલિંગમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદના ટોપ-3 ફ્લોપ રહ્યા
રનચેઝમાં હૈદરાબાદના ટોપ-3 ફ્લોપ રહ્યા. કેપ્ટન ડેવિડ વોર્નર સેમ કરનની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે 13 બોલમાં 9 રન કર્યા હતા. વોર્નર બાદ મનીષ પાંડે 4 રને ડ્વેન બ્રાવો દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે જોની બેરસ્ટો 23 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ચેન્નાઈએ 168 રનનો ટાર્ગેટ આપ્યો, જાડેજાએ 10 બોલમાં 25* રન ફટકાર્યા
ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન કર્યા છે.ચેન્નાઈ માટે શેન વોટ્સને 42 ને અંબાતી રાયુડુએ 41 રન કર્યા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં 25* રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. હૈદરાબાદ માટે ખલીલ અહેમદ, ટી નટરાજન અને સંદીપ શર્માએ 2-2 વિકેટ લીધી.

એમએસ ધોની ટી. નટરાજનની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 21 રન કર્યા હતા. જ્યારે ડ્વેન બ્રાવો પ્રથમ બોલે જ અહેમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

રાયુડુ અને વોટ્સનની 81 રનની ભાગીદારી, બંને ફૂલ ટોસ બોલ પર આઉટ થયા
અંબાતી રાયુડુએ 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 41 રન કર્યા હતા. તેમજ શેન વોટ્સન સાથે 81 રનની ભાગીદારી કરી હતી. રાયુડુ ખલીલ અહેમદની બોલિંગમાં ફૂલ ટોસ પર લોન્ગ-ઓફ પર ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે વોટ્સને 38 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 42 રન કર્યા હતા. તે ટી. નટરાજનની બોલિંગમાં ફૂલ ટોસ પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો.

સંદીપે બંને ઓપનર્સને આઉટ કર્યા
ફાફ ડુ પ્લેસીસ ગોલ્ડન ડક સાથે એટલે કે પહેલા બોલે જ શૂન્ય રને આઉટ થયો. તે સંદીપ શર્માની બોલિંગમાં કીપર જોની બેરસ્ટો દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી હીટર તરીકે ઓપનિંગમાં આવેલા સેમ કરનને પણ સંદીપે બોલ્ડ કર્યો હતો. કરને 21 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 31 રન કર્યા હતા.

ચેન્નાઈએ ટોસ જીતીને બેટિંગ લીધી
IPLની 13મી સીઝનનો સેકન્ડ હાફ આજથી શરૂ થઇ ગયો છે. ચાલુ સીઝનની 29મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ચેન્નાઈએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. એન. જગદીશનની જગ્યાએ પિયુષ ચાવલાને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે હૈદરાબાદે પોતાની ટીમમાં અભિષેક શર્માની જગ્યાએ શાહબાઝ નદીમને તક આપી છે.

ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, કર્ણ શર્મા અને દિપક ચહર

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, શાહબાઝ નદીમ અને ટી નટરાજન

ચેન્નાઈ પાસે હૈદરાબાદ તરફથી મળેલી છેલ્લી હારનો બદલો લેવાની તક છે. લીગની 14મી મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને દુબઇમાં 7 રને હરાવ્યું હતું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 157 રન જ બનાવી શકી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો