તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl 2020
 • Corona Report Of Delhi Team's Assistant Physiotherapist Is Positive, Third Team After Chennai And Rajasthan Whose Member Became Infected

IPLમાં કોરોનાનો 15મો કેસ:દિલ્હી ટીમના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ચેન્નાઈ અને રાજસ્થાન પછી ત્રીજી ટીમ જેનો મેમ્બર સંક્રમિત થયો

દુબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ ફોટો દિલ્હી કેપિટલ્સની ટીમ UAE પહોંચી તે પછીનો છે.
 • દિલ્હી કેપિટલ્સે કહ્યું, UAE પહોંચ્યા પછી ફિઝિયોથેરાપિસ્ટના 2 રિપોર્ટ નેગેટિવ, જ્યારે ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 • આ પહેલાં ચેન્નાઈના 2 ખેલાડીઓ સહિત 13 સપોર્ટ સ્ટાફ અને રાજસ્થાનના ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું

ચેન્નાઈ સુપરકિંગ્સ પછી દિલ્હી કેપિટલ્સમાં પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. ટીમના સહાયક ફિઝિયોથેરાપિસ્ટ સંક્રમિત થયા છે. દુબઈમાં IPL આઇસોલેશન ફેસિલિટીમાં 14 દિવસ માટે તેમને કવોરન્ટીન કરવામાં આવ્યા છે. જો 14 દિવસનો સમયગાળો પૂરો થયા પછી તેમના બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેમને ટીમમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે.

ચેન્નાઈના 13 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

 • IPLમાં આ સંક્રમણનો 15મો કેસ છે. ગયા મહિને ચેન્નાઈના 2 ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફના 13 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 • આ પહેલા રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિકને પણ ચેપ લાગ્યો હતો.
 • જો કે, UAE જતા પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, તે 14 દિવસ સુધી ઘરે કવોરન્ટીન થયા હતા અને 2 નેગેટિવ રિપોર્ટ પછી UAE જવા રવાના થયા. હાલ તેઓ ટીમ સાથે છે.

ફિઝિયોથેરાપિસ્ટ ટીમના કોઈ પણ સભ્ય સાથે સંપર્કમાં નહોતા

 • દિલ્હી કેપિટલ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ દુબઇ આવ્યા બાદથી તેઓ કવોરન્ટીનમાં હતા અને અગાઉ બે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનો ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 • સારી વાત એ છે કે તે કોઈ પણ ખેલાડી અથવા અન્ય સપોર્ટ સ્ટાફ સાથે સંપર્કમાં નહોતા. દિલ્હીની મેડિકલ ટીમ તેમના સંપર્કમાં છે.

દિલ્હીની ટીમનું શેડયૂલ

 • દિલ્હીની ટીમ IPLમાં પોતાની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમશે. આ મેચ દુબઈમાં સાંજે 7:30 વાગે શરૂ થશે.
 • ટીમ 7 મેચ દુબઈ, 4 અબુધાબી અને 3 શારજાહમાં રમશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો