તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફીચર આર્ટિકલ:સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા ડ્રિમ 11 ક્રિકેટ ફેન્સને આપશે IPL 2020નો શ્રેષ્ઠ અનુભવ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ ફેન્સ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખતા, વાતચીત કરવાની નવીન રીત લાવ્યું છે ડિઝ્ની+ હોટ સ્ટાર VIP, જે તમામ યુઝર્સને ડ્રિમ-11 IPLનો શ્રેષ્ઠ અનુભવ કરાવશે
  • દર્શકોએ બધી મેચ લાઈવ જોવા માટે ડિઝ્ની+ હોટ સ્ટાર VIP અથવા ડિઝ્ની + હોટ સ્ટાર પ્રીમિયમનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવું પડશે

ભારત સ્પોર્ટ્સની સૌથી મોટી ઇવેન્ટની તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 13મી સીઝન દેશના લાખો લોકોને આનંદ અને આશાની કિરણ પ્રસ્તુત કરશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમે લાઈવ સપોર્ટની મજા માણવાની રીત બદલી નાખી છે. તેથી ડિઝ્ની + હોટ સ્ટાર VIPએ ઘરે સ્ટેડિયમ જેવો અનુભવ પ્રદાન કરવા માટે નવીન રીત રજૂ કરી છે. આ પદ્ધતિ રમતગમતની દુનિયામાં અદ્વિતીય છે. ફેન્સ વર્ચુઅલ કમ્યુનિટીમાં જોડાઇ શકે છે અને સેલ્ફી અને વીડિયો શેર કરીને રીઅલ ટાઇમમાં તેમના મિત્રો અને ક્રિકેટ પ્રેમીઓ સાથે મેચનો આનંદ માણી શકે છે. ડ્રીમ 11 IPL 2020 ફક્ત ડિઝ્ની + હોટ સ્ટાર VIP અને ડિઝ્ની + હોટ સ્ટાર પ્રીમિયમના નવા અને હાલના ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.

અગાઉની ટૂર્નામેન્ટ્સ કરતા આ વખતે ઉત્સાહ વધારવા ડિઝ્ની + હોટ સ્ટાર VIPએ ઇન્ટરેક્ટિવ વોચ એન્ડ પ્લે સોશિયલ ફીડમાં નવી સુવિધાઓ ઉમેરી છે, જેના દ્વારા દેશભરના ક્રિકેટપ્રેમીઓની વર્ચુઅલ કમ્યુનિટી આ મંચ પર લાઇવ મેચ જોતી વખતે તેમનો ઉત્સાહ જોઈ શકશે. ક્રિકેટ ઉત્સાહીઓ ઇન્ટરેક્ટિવ ઇમોજીનો ઉપયોગ કરીને, સ્ટેડિયમ જેવું વાતાવરણ બનાવીને દેશનો મનોબળ પ્રદર્શિત કરી શકશે. વિશ્વમાં પહેલીવાર, ક્રિકેટ પ્રેમીઓ હોટ શોટ્સ સેલ્ફી લઈને અથવા નવી વીડિયો સુવિધા 'ડ્યુએટ્સ' દ્વારા પોતાને વ્યક્ત કરી શકશે. આના દ્વારા, ચાહકો કસ્ટમાઇઝ કરેલા વીડિયો બનાવી શકશે, જે તેમના પ્રખ્યાત શોટની અભિવ્યક્તિ અને તેમના પ્રિય ડ્રીમ 11 IPL હીરો પ્રત્યેની પ્રતિક્રિયા દર્શાવશે, જેમાંથી શ્રેષ્ઠ સ્ટાર સ્પોર્ટ પર રજૂ કરવામાં આવશે.

વોલ્ટ ડિઝ્ની કંપની APACના પ્રમુખ અને ડિઝ્ની ઇન્ડિયાના અધ્યક્ષ ઉદય શંકરે જણાવ્યું હતું કે, "વર્ષોથી IPL દેશની સૌથી પ્રિય રમતગમત ટૂર્નામેન્ટોમાંની એક બની ગઈ છે. ઘણા મહિનાના લોકડાઉન પછી, અમારું માનવું છે કે આ ટૂર્નામેન્ટ ભારતમાં નવો ઉત્સાહ અને આનંદ લાવી શકે છે. દેશભરના લાખો ચાહકો ભેગા થઈને તેને ચીયર કરશે. રસપ્રદ અનુભવો માટે કરેલો ટેકનોલોજીનો ઉપયોગ ખાલી એક સ્ટાન્ડર્ડ સેટ નહિ કરે, પરંતુ આવનારા વર્ષોમાં આપણી રમતો જોવાની અને માણવાની રીતને પણ બદલશે."

19 સપ્ટેમ્બરથી, બધી લાઇવ મેચ ફક્ત ડિઝ્ની + હોટ સ્ટાર VIP (12 મહિના માટે રૂ. 399) અને ડિઝ્ની + હોટ સ્ટાર પ્રીમિયમ (12 મહિના માટે રૂ. 1499) માટેના હાલના અને નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. યુઝર્સ તેમની પસંદગીના ડિજિટલ પેમેન્ટ વિકલ્પ - ક્રેડિટ / ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા સીધા પ્લેટફોર્મ પરથી આ સબ્સ્ક્રિપ્શન્સનો લાભ મેળવી શકશે. આ સિવાય ડિઝ્ની + હોટ સ્ટાર VIPએ ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓ - જિઓ અને એરટેલ - સાથે જોડાણ કર્યું છે જેથી લોકોને સબ્સ્ક્રાઇબ કરવું સરળ બને. બંને ભાગીદારો ડિઝ્ની + હોટ સ્ટાર VIPના 12 મહિનાના સબ્સ્ક્રિપ્શન સાથે બંડલ કરેલ આકર્ષક પ્રિપેઇડ રિચાર્જ યોજનાઓ પ્રદાન કરશે. ઉપરાંત, જિઓ અને એરટેલના લાખો રિટેલ સ્ટોર્સ પર રોકડ અથવા ડિજિટલ ચુકવણી દ્વારા સબ્સ્ક્રિપ્શન લઈ શકાય છે.

ડિઝ્ની + હોટ સ્ટાર VIP ગ્રાહકોને શ્રેષ્ઠ મનોરંજન અને લાઇવ સ્પોર્ટિંગ એક્શન પ્રદાન કરે છે જે દર વર્ષે 399 રૂપિયાના વ્યાજબી ભાવે મળે છે. ડિઝ્ની + હોટ સ્ટારના વાર્ષિક સબ્સ્ક્રિપ્શન સાથે, યુઝર્સને પ્રથમ વખત એક સબ્સ્ક્રિપ્શનમાં લાઇવ IPL એક્શન (સપ્ટેમ્બર -20 અને માર્ચ-એપ્રિલ'21), એશિયા કપ અને BCCI ટૂર્નામેન્ટ્સ જોવા મળશે. આ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી નવીનતમ બ્લોકબસ્ટર મૂવીઝ, દિલ બેચારા, ખુદા હાફિઝ, લૂટકેસ અને ટૂંક સમયમાં રિલીઝ થનારી અક્ષય કુમાર સ્ટારર લક્ષ્મી બોમ્બ વગેરે, સાત ભાષાઓમાં એક્સક્લુઝીવ હોટ સ્ટાર સ્પેશ્યલ શો, સ્પેશ્યલ ઓપ્સ, આર્યા અને હોસ્ટેજ સીઝન 2 વગેરે અને હિન્દી, તમિળ અને તેલુગુ વગેરેમાં ડબ કરેલી શ્રેષ્ઠ વૈશ્વિક સુપરહીરો મૂવીઝ જોવા મળે છે. 19 સપ્ટેમ્બરથી જુઓ ડ્રીમ 11 IPL 2020 લાઇવ સ્પોર્ટિંગ એક્શન ફક્ત ડિઝ્ની + હોટ સ્ટાર VIP પર.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો