તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિકલ્પ:ચેન્નાઈ સુપરકિંગ્સ સુરેશ રૈનાના રિપ્લેસમેન્ટ તરીકે ડેવિડ મલાનનો ટીમમાં સમાવેશ કરી શકે, તે અત્યારે T-20માં વર્લ્ડ નંબર-1 બેટ્સમેન છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મલાને ઓસ્ટ્રેલિયા સામે 3 T-20ની સીરિઝમાં 129 રન બનાવ્યા હતા.

સુરેશ રૈનાએ થોડા સમય પહેલા વ્યક્તિગત કારણોસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાં ન રમવાનું નક્કી કર્યું હતું. રૈના ચેન્નાઈ સુપરકિંગ્સનો મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. ફ્રેન્ચાઇઝ રૈનાની જગ્યાએ ડેવિડ મલાનને ટીમમાં સામેલ કરી શકે છે. મલાન અત્યારે T-20 ઇન્ટરનેશનલમાં વર્લ્ડ નંબર-1 બેટ્સમેન છે.

મલાન ઇંગ્લેન્ડ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. રૈના ચેન્નાઇ માટે નંબર-3 રમતો હતો. તેવામાં રૈનાના રિપ્લેસમેન્ટ તરીકે હાલના સમયમાં મલાન શ્રેષ્ઠ વિકલ્પ છે.

મલાને 16 T-20માં 682 રન બનાવ્યા

  • ટીમના સૂત્રોએ કહ્યું કે, આ માત્ર ચર્ચાઓ છે. હજી કઈ નક્કી કરવામાં આવ્યું નથી.
  • મલાને 16 T-20માં એક સદી સહિત 48.71ની એવરેજથી 682 રન બનાવ્યા છે.
  • ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં તેણે 3 મેચમાં 129 રન બનાવ્યા હતા.
  • મલાન આ વખતે બિગ બેશ લીગમાં પણ જોવા મળે તેવી સંભાવના છે.
  • IPLની શરૂઆત 19 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચથી થશે.
  • ચેન્નાઈના ફાસ્ટ બોલર દિપક ચહરે કોરોનામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી શુક્રવારથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો