તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્તિકની કપ્તાનીમાં કોલકાતાની ત્રીજી સીઝન:KKR ગંભીરના કેપ્ટન રહેતા 7 સીઝનમાં બે વાર ચેમ્પિયન બની, બંને વખતે સુનિલ નારાયણ ટીમ માટે હાઈએસ્ટ વિકેટ ટેકર હતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌતમ ગંભીરની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 2012 અને 2014માં IPL જીત્યું હતું
  • બંને વખતે ઓલરાઉન્ડર સુનિલ નારાયણે સૌથી વધુ 24 અને 21 વિકેટ લીધી હતી

દિનેશ કાર્તિકની કપ્તાની હેઠળ IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સની આ ત્રીજી સીઝન છે. તેને 2018માં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમે તેની કપ્તાની હેઠળ પ્રથમ વર્ષે ક્વોલિફાયર રમી હતી. કાર્તિક તે સીઝનમાં ટીમનો સૌથી ટોપ સ્કોરર હતો. ત્યારે તેણે 16 મેચમાં 498 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે વાર 50 કે તેથી વધુ રન બનાવ્યા. ગત સીઝનમાં કાર્તિકની આગેવાની હેઠળની ટીમ પાંચમાં સ્થાને રહી હતી અને બેટ્સમેન તરીકે તેણે 14 મેચોમાં 253 રન બનાવ્યા હતા.

કોલકાતાએ કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ 50% મેચ જીતી
કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ ટીમે બે સીઝનમાં કુલ 30 મેચ રમી છે. આમાંથી 15 મેચ જીતી અને 14માં હારનો સામનો કર્યો. એક મેચમાં ટાઈ પડી. ટીમનો સક્સેસ રેટ 50% રહ્યો.

ગંભીરની કપ્તાની હેઠળ ટીમ બે વખત ચેમ્પિયન બની
IPLમાં કોલકાતા ગૌતમ ગંભીરની કપ્તાનીમાં 2012 અને 2014માં બે વાર ફાઈનલમાં પહોંચીને ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. ગંભીર 2012માં ટીમનો ટોપ સ્કોરર હતો. તેણે 18 મેચમાં 590 રન બનાવ્યા હતા, જ્યારે સુનિલ નારાયણે સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. 2014માં ટીમ ચેમ્પિયન બની ત્યારે પણ નારાયણે સૌથી વધુ 21 વિકેટ ઝડપી હતી.

કોલકાતાની ટીમ: દિનેશ કાર્તિક (કેપ્ટન), આન્દ્રે રસેલ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, પ્રસિદ્ધ રાણા, રિંકુ સિંહ, સંદિપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, ઓઇન મોર્ગન, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી , વરૂણ ચક્રવર્તી, એમ સિદ્ધાર્થ, ક્રિસ ગ્રીન, ટોમ બેન્ટન, નિખિલ નાયક, અલી ખાન.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો