તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફન બોલિંગ ચેલેન્જ:RCBના બોલર્સની યોર્કર ફેંકવાની ક્ષમતાથી કેપ્ટન કોહલી ખુશ, ટ્રેનિંગ સેશનમાં મેદાન પર કૂદવા લાગ્યો

દુબઈ4 દિવસ પહેલા
RCBના ફની બોલિંગ ચેલેન્જમાં બોલર્સને પ્રોત્સાહિત કરવા વિરાટ કોહલી (વચ્ચે) હાજર હતો.
 • RCBએ ટીમના ટ્રેનિંગ સેશનનો વીડિયો શેર કર્યો છે, જેમાં વિરાટ કોહલી યોર્કર ફેંકનાર બોલરને પ્રોત્સાહિત કરે છે
 • IPLની આ સીઝનમાં RCB પોતાની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આક્રમક રમત માટે જાણીતો છે. પરંતુ ઘણા પ્રસંગોએ તેની રમુજી શૈલી પણ દુનિયાની સામે આવી છે. આવો જ એક વીડિયો તેની IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા શેર કરવામાં આવ્યો છે. આમાં કોહલી સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ટીમના પ્રેક્ટિસ સેશનનો છે. આમાં બોલિંગ કોચ એડમ ગ્રિફિથે બોલર્સ માટે ફન બોલિંગ ચેલેન્જ રાખ્યો હતો. બોલરોએ યોર્કર બોલ ફેંકવાના હતા. દરેક બોલરે 10-10 બોલ નાખવાના હતા. યોર્કર્સ ફેંકવાની તેના બોલર્સની ક્ષમતાને જોઈને કેપ્ટન કોહલીએ ખુશીથી મેદાન પર કૂદવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તે યોર્કર ફેંકનારા બોલર્સને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે.

કોહલી સાથે એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ સહિત બધા ખેલાડીઓ મસ્તીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

કોહલી ટીમની તૈયારીઓથી ખુશ છે

 • કોહલી ટીમની તૈયારીઓથી ખુશ છે. તેણે બે દિવસ પહેલા કહ્યું હતું કે જ્યારે અમે 5 મહિનાના વિરામ બાદ UAEમાં ટ્રેનિંગ શરૂ કરી હતી, ત્યારે શરુઆતમાં મુશ્કેલીનો સામનો કર્યો હતો.
 • પરંતુ હવે ટીમ ફરીથી લય મેળવવાની નજીક છે. મહિનાઓ પછી જ્યારે પ્રેક્ટિસમાં થ્રો કર્યો ત્યારે ખભામાં થોડો દુખાવો અને ખેંચાણનો અનુભવ થયો.
 • જોકે ટ્રેનિંગને લીધે હવે સ્નાયુઓએ પહેલાંની જેમ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ ખેલાડીઓને વધુ સારું લાગે છે.

અમે ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો: વિરાટ

 • તેણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે અમે સંતુલિત રીતે આગળ વધ્યા છીએ.
 • અમે 6 દિવસમાં છ સત્રો યોજવા માગતા ન હતા. અમે ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો છે અને આગામી કેટલાંક ટ્રેનિંગ સેશન્સમાં પણ આમ જ કરીશું.
 • કોહલી સાથી ખેલાડીઓની ફિટનેસ લેવલથી ખૂબ ખુશ છે. તેણે જણાવ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓ IPL શરૂ થાય એ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ અને શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે.

કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

 • કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે RCB માટે 177 મેચમાં 5412 રન કર્યા છે.
 • તે એક જ સીઝનમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. તેણે 2016માં 4 સદીની મદદથી 973 રન બનાવ્યા હતા.
 • આ સીઝનમાં RCB પોતાની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો