તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

51 વર્ષે પણ રોડ્સ સ્ફૂર્તિલો:IPLના પ્રેક્ટિસ સેશનમાં હવામાં ઊડીને કેચ કર્યો, પંજાબની ટીમને ફિલ્ડિંગ શીખવી રહ્યો છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાઉથ આફ્રિકાનો જોન્ટી રોડ્સ ક્રિકેટજગતમાં બેસ્ટ ફિલ્ડર માનવામાં આવે છે. તેણે 52 ટેસ્ટમાં 2532 અને 245 વનડેમાં 5935 રન બનાવ્યા છે.
  • આ વખતે IPL કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે
  • કિંગ્સ ઇલેવન પંજાબની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે થશે
  • સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે 2003 વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લીધી હતી

સાઉથ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ ખેલાડી જોન્ટી રોડ્સ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કિંગ્સ ઇલેવન પંજાબને ફિલ્ડિંગ-યુક્તિઓ શીખવી રહ્યો છે. આ દરમિયાન, 51 વર્ષીય રોડ્સે હવામાં ઊડીને કેચ કરી યુવાઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

ફ્રેન્ચાઇઝે ટ્વિટર પર વિડિયો શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું- શું તમે આવો કેચ પકડ્યો છે? આના પર કમેન્ટ કરતાં ઘણા યુઝર્સે તેમનાં વખાણ કર્યાં હતાં.

પંજાબની ટીમ હજી સુધી ટાઇટલ જીતી શકી નથી

  • આ વખતે IPL કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન થશે.
  • કિંગ્સ ઇલેવન પંજાબની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે છે.
  • ટીમ હજી સુધી કોઈ ટાઇટલ જીતી શકી નથી. તે 2014માં રનર-અપ રહી હતી.
રોડ્સ હોય તો ક્રેનની શું જરૂર? મુંબઈ ઇન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ તરીકે ફરજ નિભાવતો હતો એ સમયનો ફાઇલ ફોટો.
રોડ્સ હોય તો ક્રેનની શું જરૂર? મુંબઈ ઇન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ તરીકે ફરજ નિભાવતો હતો એ સમયનો ફાઇલ ફોટો.
રોડ્સે ક્રિકેટના મક્કા લોર્ડ્સ ખાતે સેન્ચુરી મારી છે. આ સિદ્ધિ સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ પણ મેળવી શક્યા નથી.
રોડ્સે ક્રિકેટના મક્કા લોર્ડ્સ ખાતે સેન્ચુરી મારી છે. આ સિદ્ધિ સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ પણ મેળવી શક્યા નથી.

જોન્ટીના નામે 245 વનડેમાં 5935 રન

જોન્ટીને ક્રિકેટજગતમાં બેસ્ટ ફિલ્ડર માનવામાં આવે છે. તેણે 52 ટેસ્ટમાં 2532 અને 245 વનડેમાં 5935 રન બનાવ્યા છે. 2003 વર્લ્ડ કપ પછી તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

રોડ્સ ક્રિકેટના એ પહેલા બેટ્સમેનોમાંથી એક છે જેણે રિવર્સ સ્વિપમાં સિક્સ મારવાનું શરૂ કર્યું હતું.
રોડ્સ ક્રિકેટના એ પહેલા બેટ્સમેનોમાંથી એક છે જેણે રિવર્સ સ્વિપમાં સિક્સ મારવાનું શરૂ કર્યું હતું.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો