તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Ben Stokes Likely To Be Absent From The First Half Of IPL, He Is In New Zealand With His Father Who Is Currently Undergoing Treatment For Brain Cancer

રાજસ્થાનને ઝટકો:સ્ટોક્સ IPLના પહેલા ભાગમાં ગેરહાજર રહે તેવી સંભાવના, તે અત્યારે બ્રેઇન કેન્સરની સારવાર કરાવી રહેલા પિતા સાથે ન્યૂઝીલેન્ડમાં છે

16 દિવસ પહેલા
બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે 12 કરોડમાં ખરીદ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પહેલા ભાગમાં ટૂર્નામેન્ટ ન રમે તેવી સંભાવના વધારે છે. સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે. સ્ટોક્સ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન જ ન્યૂઝીલેન્ડ માટે રવાના થયો હતો.

રાજસ્થાન ફ્રેન્ચાઇઝ સાથે જોડાયેલા એક સ્ત્રોતે કહ્યું, સ્ટોક્સે થોડા દિવસ પહેલાં જ 14 દિવસનો કવોરન્ટીન પીરિયડ પૂરો કર્યો છે. તે હવે પોતાના પિતાને મળશે અને સ્વભાવિકપણે પરિવાર સાથે સમય પસાર કરવા માગશે. તેથી તે ટૂર્નામેન્ટના પ્રથમ ભાગ માટે ઉપલબ્ધ નહિ હોય. ફ્રેન્ચાઇઝ તેને બોલાવશે પણ નહિ, કારણકે પરિવાર પ્રાથમિકતા છે. જો તે બીજા ભાગમાં આવવા માગતો હશે તો મેનેજમેન્ટને ઇંફોર્મ કરશે, અમે આ સમયે તેને સપોર્ટ કરીએ છીએ.

સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ વિકેન્ડ હેરાલ્ડને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું 7 દિવસ સૂતો નહોતો. મને લાગે છે કે મારો ક્રિકેટ છોડીને ન્યૂઝીલેન્ડમાં પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય મેન્ટલી સાચો છે." સ્ટોક્સને રાજસ્થાને 12 કરોડમાં ખરીદ્યો છે. તે ઇંગ્લેન્ડ માટે 67 ટેસ્ટ, 95 વનડે અને 26 T-20 રમ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો