તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPL 2020:ટૂર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા BCCI અધ્યક્ષ ગાંગુલી UAE જવા રવાના, ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો

15 દિવસ પહેલા
 • કોરોનાને કારણે IPL UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે
 • બાયો સિક્યુર વાતાવરણ વાળી ટૂર્નામેન્ટમાં અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટની મંજૂરી

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તૈયારીઓનું નિરીક્ષણ કરવા UAE જવા રવાના થયા છે. ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા લખ્યું, "6 મહિનામાં મારી પહેલી ફ્લાઇટ... જે રીતે જીવન બદલાઈ છે તે ગાંડપણ છે." ગાંગુલી ફોટોમાં માસ્ક અને ફેસ શિલ્ડ સાથે દેખાય છે, જે ઇન્ટરનેશનલ મુસાફરી દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નો ભાગ છે.

ભારતમાં કોરોનાનો કહેર જોતા ટૂર્નામેન્ટ થવી શક્ય નહોતી. તેથી તેને UAE ખસેડવામાં આવી છે. બધી ટીમો 21 ઓગસ્ટ સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી. તેમજ કવોરન્ટીન પીરિયડ પૂરો કર્યા પછી બધા હવે બાયો-બબલમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. અગાઉ ગાંગુલીએ કહ્યું હતું કે, જો આ વખતે IPL નહિ થાય, તો BCCIને 4 હજાર કરોડનું નુકસાન થશે.

તમામ 60 મેચ ત્રણ સ્ટેડિયમમાં રમાશે

 • IPLની તમામ 60 મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે.
 • ભારતમાં મુકાબલા 8 સ્થળો પર થાય છે. આ કારણોસર, IPLમાં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ પર નજર રાખવી ખૂબ જ સરળ રહેશે.
 • તાજેતરમાં જ BCCIના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના ચીફ અજિત સિંહે આ વાત કહી હતી.

વખતે IPLમાં નવું શું?

 • કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર બાયો સિક્યુર વાતાવરણમાં રમાશે
 • IPLમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે
 • ટૂર્નામેન્ટમાં તમામ ફ્રેન્ચાઇઝ અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ કરાવી શકશે
 • સાંજની મેચ જૂના શેડ્યૂલથી અર્ધા કલાક પહેલાં એટલે કે 7.30 વાગ્યે અને બપોરની મેચ 4ની જગ્યાએ 3.30 વાગ્યે શરૂ થશે
 • IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રવિવારને બદલે વીક-ડે ​​પર રમાશે.
 • ટૂર્નામેન્ટમાં 10 ડબલ હેડર્સ એટલે કે એક દિવસમાં 2-2 મેચ હશે
 • કૉમેન્ટેટર્સ ઘરેથી લાઈવ કોમેન્ટ્રી કરશે
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો