તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLની તૈયારીઓ જોઈને ગાંગુલી ખુશ:BCCI અધ્યક્ષ શારજાહ સ્ટેડિયમ પહોંચ્યા, બાયો-સિક્યુર વાતાવરણમાં રમવાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

10 મહિનો પહેલા
UAEમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ મેનેજમેન્ટ સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી. - Divya Bhaskar
UAEમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ મેનેજમેન્ટ સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી.
  • IPL કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે
  • તમામ 60 મેચ દુબઈ (24), અબુ ધાબી (20) અને શારજાહ (12)માં થશે
  • ટૂર્નામેન્ટમાં 20 હજાર કોરોના ટેસ્ટ માટે BCCI 10 કરોડ ખર્ચ કરશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી IPLની તૈયારીઓ જોઇને ખુશ છે. તેઓ સોમવારે UAEના શારજાહ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે. તમામ 60 મેચ દુબઈ (24), અબુધાબી (20) અને શારજાહ (12)માં થશે.

ગાંગુલીએ શારજાહ સ્ટેડિયમમાં બાયો-સિક્યુર વાતાવરણમાં રમવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓ એ ક્રિકેટ મેદાનમાં રમવા માટે ઉત્સુક છે જ્યાં સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે.

કોરોના વચ્ચે શારજાહ સ્ટેડિયમ મેચ માટે તૈયાર છે

  • તાજેતરમાં શારજાહ સ્ટેડિયમ ખાતે મોટા પાયે અનેક મોટા કામ કરવામાં આવ્યા છે.
  • તેમાં આર્ટિફિશિયલ છત, રોયલ સ્યુટને અપગ્રેડ કરવા ઉપરાંત કોમેન્ટ્રી બોક્સ અને હોસ્પિટાલિટી બોક્સને કોરોના સંબંધિત નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે.

IPLમાં લગભગ 20 હજાર કોરોના ટેસ્ટ થશે

  • આ વખતે ટૂર્નામેન્ટના દર પાંચમા દિવસે ખેલાડી અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
  • કુલ 20 હજાર ટેસ્ટ કરવામાં આવશે. આ માટે બોર્ડ 10 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બુધવાર સુધીમાં 3500 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • IPLની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ રમાશે.
અન્ય સમાચારો પણ છે...