તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

UAEમાં IPL:ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને કવોરન્ટીનમાં રહેવું જ પડશે, સ્મિથ અને વોર્નર શરૂઆતની મેચોમાં નહિ રમી શકે

16 દિવસ પહેલા
IPLમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 17 અને 13 ખેલાડીઓ ભાગ લેશે. સ્ટીવ સ્મિથ (ડાબે) રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરશે. -ફાઇલ ફોટો
 • IPL ગવર્નિંગ કાઉન્સિલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કવોરન્ટીન રુલમાં રાહત આપવાની અપીલ ઠુકરાવી
 • UAE પહોંચ્યા બાદ બંને દેશોના ખેલાડીઓ 6 દિવસ માટે આઇસોલેશનમાં રહેશે, તે પછી તેમનો કોરોના ટેસ્ટ થશે

IPL ગવર્નિંગ કાઉન્સિલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કવોરન્ટીનમાં રાહત આપવાની અપીલ નામંજૂર કરી છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી સીરિઝ સમાપ્ત થવા પર બંને દેશોના ખેલાડીઓએ 6 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. એટલે કે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, જોસ બટલર, જોની બેરસ્ટો જેવા મોટા ખેલાડીઓ શરૂઆતની મેચોમાં જોવા મળશે નહિ.

આ ખેલાડીઓમાં આ વખતના સૌથી મોંઘા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સનો પણ સમાવેશ થાય છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 15.5 કરોડમાં ખરીદ્યો છે.

ખેલાડીઓને છૂટ આપવાથી સીઝન પર ખતરો

 • બોર્ડના અધિકારીએ કહ્યું કે, અમે સુરક્ષાને હળવાશથી લઈ શકીએ નહિ. કોઈને થોડી પણ છૂટ આપવામાં આવે તો આખી સીઝન ખતરામાં આવી શકે છે.
 • ફ્રેન્ચાઇઝે આ ફેક્ટ સાથે આગળ વધવું પડશે કે તેના એક અમુક ખેલાડીઓ 1-2 મેચ માટે ઉપલબ્ધ નહિ હોય. આ મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે.

ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા શ્રેણી 16 સપ્ટેમ્બરે સમાપ્ત થશે

 • ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી 16 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
 • જ્યારે IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો ખેલાડીઓ 17 સપ્ટેમ્બર સુધીમાં UAE પહોંચે છે, તો પણ તેઓ 23 સપ્ટેમ્બર સુધી મેચમાં ભાગ લઈ શકશે નહીં.
 • લીગમાં ઓસ્ટ્રેલિયાના 17 અને ઇંગ્લેંડના 13 ખેલાડીઓ રમશે.
 • અગાઉ ફ્રેન્ચાઇઝે કહ્યું હતું કે બંને દેશોના ખેલાડીઓ પહેલાથી જ બાયો-સુરક્ષિત વાતાવરણમાં છે.
 • આવી સ્થિતિમાં, UAE આવ્યા પછી, તેઓને કવોરન્ટીનમાં રાખવાની જરૂર નથી. પરંતુ ગવર્નિંગ કાઉન્સિલ આ વાત સાથે સહમત થયું નથી.

રાજસ્થાનને સૌથી વધુ નુકસાન

 • ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની સીરિઝમાં સૌથી વધુ નુકસાન રાજસ્થાન રોયલ્સની ટીમનું થશે.
 • ટીમના કેપ્ટન સહિત ત્રણ મોટા ખેલાડી આ 2 ટીમમાંથી જ છે.
 • રાજસ્થાનના કેપ્ટન ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથ છે. તેના સિવાય ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલર અને ફાસ્ટ બોલર જોફરા આર્ચર પણ આ ટીમના સદસ્ય છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો