દિલ્હી કેપિટલ્સે સોમવારે IPL 2020ની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને દુબઈ ખાતે 59 રને હરાવ્યું. 197 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવતાં વિરાટ કોહલીની ટીમનો પરાજય લગભગ ત્યારે જ નક્કી થઈ ગયો હતો. આ મેચમાં દિલ્હીના ઘણા ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરતાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે મેચનો ટોકિંગ પોઇન્ટ એટલે ત્રીજી ઓવરની એ ઘટના જ્યારે ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને બેંગલોરના ઓપનર આરોન ફિન્ચને માંકડેડ કરવાની જગ્યાએ વોર્નિંગ આપીને જવા દીધો હતો. આ સમગ્ર ઘટના વિશે વાત કર્યા પહેલાં માંકડેડ શું છે એ સમજીએ.
માંકડેડ શું છે?
2019માં અશ્વિને બટલરને માંકડેડ કર્યો હતો
ગઈકાલની મેચમાં શું થયું?
મેચની ત્રીજી ઓવરના ચોથા બોલ દરમિયાન અશ્વિન બોલ રિલીઝ કરે એ પહેલાં નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ફિન્ચ ક્રિઝની બહાર જતો રહ્યો હતો. અશ્વિને સીઝન પહેલાં કહ્યું હતું કે તે હંમેશાં માંકડેડ કરવાનું ચાલુ રાખશે, પરંતુ તેણે ગઈકાલે ફિન્ચને પ્રથમ વોર્નિંગ આપીને જવા કેમ દીધો? મેચ પછી અશ્વિને પોતે ટ્વીટ કરીને આ અંગે જવાબ આપ્યો. તેણે પોન્ટિંગને ટેગ કરતાં કહ્યું હતું કે "મેં 2020ની પહેલી અને છેલ્લી વોર્નિંગ આપી દીધી છે. હવે પછી મને ના કહેતા. (બિટવીન ધ લાઇન્સ, આનો મતલબ થાય કે મને ન કહેતા કે હું સ્પિરિટ ઓફ ધ ગેમમાં માનતો નથી). અશ્વિને ફિન્ચને પણ ટેગ કરતાં ફની અંદાજમાં કહ્યું કે અમે સારા મિત્રો છીએ."
કોચ પોન્ટિંગે સીઝન પહેલાં કહેલું, દિલ્હીમાં કોઈને માંકડેડ કરવા નહિ દઉં
દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે સીઝન પહેલાં કહ્યું હતું, "હું ટીમનો કોચ છું ત્યાં સુધી કોઈને અહીં માંકડેડ આઉટ કરવાની પરવાનગી આપીશ નહિ. હું રવિચંદ્રન અશ્વિનને મળીશ એટલે સૌથી પહેલા આ અંગે તેની સાથે વાત કરીશ." અશ્વિન ગઈ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યો હતો અને આ વખતે પહેલીવાર દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે.
પોન્ટિંગે ગ્રેડ ક્રિકેટર પોડકાસ્ટમાં કહ્યું હતું કે અશ્વિન ગયા વર્ષે અમારા સ્ક્વોડમાં નહોતો. તે શાનદાર બોલર છે એટલે જ અમે અમારી ટીમમાં તેનો સમાવેશ કર્યો છે. જોકે હું કહીશ કે ગયા વર્ષે તેણે જોસ બટલરને માંકડેડ આઉટ કર્યો ત્યારે મેં મારી ટીમને કહ્યું હતું કે મને ખબર છે અશ્વિને શું કર્યું, ટૂર્નામેન્ટમાં અન્ય પ્લેયર્સ પણ આવું કરવાનો પ્રયાસ કરશે, પરંતુ આપણે એક ટીમ તરીકે ક્યારેય આ પ્રકારનું ક્રિકેટ નહિ રમીએ.
પોન્ટિંગે વધુ ઉમેરતાં કહ્યું હતું કે અશ્વિન સાથેની આ વાતચીત અઘરી રહેશે. એ મને કહેશે કે તેણે જે કર્યું એ ક્રિકેટના નિયમો હેઠળ યોગ્ય છે અને તે આવું કરવામાં સાચો છે. જોકે હું તેને સમજાવીશ કે આ સ્પિરિટ ઓફ ધ ગેમ નથી અને હું દિલ્હી કેપિટલ્સમાં છું ત્યાં સુધી અહીં એવું થવા નહિ દઉં.
પોન્ટિંગે કહ્યું હતું કે "બોલર પોતાની રનઅપ પર અટકે અને બેટ્સમેન ક્રિઝની બહાર હોઈ તો રનની પેનલ્ટી ફટકારવામાં આવવી જોઈએ. મેં આ અંગે ગયા વર્ષે IPLમાં અમ્પાયર્સ જોડે વાત પણ કરી હતી. જો અમ્પાયર્સ હા પાડે અને રેડી થાય, તો મારા પ્રમાણે રનની પેનલ્ટી ફટકારવી માંકડેડ કરતાં વધુ સારું રહેશે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.