તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

RCB ત્રણવાર ફાઇનલ રમ્યું:12 સીઝનમાં 6 ખેલાડીઓએ બેંગ્લોરની કપ્તાની કરી, પરંતુ કોઈ ચેમ્પિયન બનાવી શક્યું નહીં; વોટ્સને સૌથી ઓછી 3 મેચમાં કપ્તાની કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2009, 2011 અને 2016માં IPLની ફાઇનલ રમ્યું, પરંતુ ટીમ ટ્રોફી જીતી શકી નથી
  • અત્યાર સુધીમાં વિરાટ કોહલી, અનિલ કુંબલે, ડેનિયલ વિટ્ટોરી, કેવિન પીટરસન, રાહુલ દ્રવિડ અને શેન વોટ્સને RCBની કપ્તાની કરી છે

વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આ સીઝનમાં 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ મેચ રમશે. RCB IPLની 12 સીઝનમાંથી ત્રણ વખત (2009, 2011 અને 2016) ફાઈનલ રમ્યું છે. આ સમય દરમિયાન 6 ખેલાડીઓએ ટીમની કમાન સંભાળી હતી, પરંતુ કોઈ તેમને ચેમ્પિયન બનાવી શક્યું ન હતું.

વિરાટ RCBનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે 110 મેચોમાં ટીમની કપ્તાન કરી અને 49માં વિજય મેળવ્યો. તે જ સમયે, અનિલ કુંબલે બીજા સ્થાને છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમે 2009માં ફાઇનલ રમી હતી, પરંતુ તે ખિતાબ જીતી શકી ન હતી. કુંબલેની કેપ્ટનશીપ હેઠળ ટીમ 35 મેચમાંથી 19 મેચ જીતી હતી, જ્યારે 16 હારી ગઈ હતી. તેમની જીતની ટકાવારી વિરાટ કરતા વધારે છે. વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ 47.16% જીતવામાં સફળ રહી હતી, જ્યારે કુંબલેની આગેવાનીવાળી ટીમે 54.28% મેચમાં જીત મેળવી હતી.

વોટસને સૌથી ઓછી 3 મેચમાં કપ્તાન કરી
શેન વોટ્સને સૌથી ઓછી 3 મેચમાં RCBની કપ્તાની કરી છે અને તેમાંથી તે ટીમને એક મેચ જ જીતાડી શક્યો હતો, જ્યારે બેમાં ટીમે હારનો સામનો કર્યો હતો.

2011માં વિટ્ટોરીની કેપ્ટનશીપ હેઠળ RCB ફાઇનલ રમ્યું હતું
કુંબલે ઉપરાંત, ડેનિયલ વિટ્ટોરીની કપ્તાનીમાં RCB 2011માં ફાઇનલ રમ્યું હતું. જોકે, ચેન્નાઈ સામે મેચ ગુમાવતા બેંગ્લોરને રનરઅપ રહીને સંતોષ માનવો પડ્યો હતો. વિટ્ટોરીએ 28 મેચોમાં ટીમની કપ્તાન કરી, 15માં ટીમને જીત અપાવી. રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ ટીમે 14માંથી 4 મેચ જીતી હતી, જ્યારે 10 હારી હતી. કેવિન પીટરસન સુકાની તરીકે 6માંથી 2 મેચ જ જીતાડી શક્યો હતો.

છેલ્લી 4 સીઝનથી વિરાટ ટોપ સ્કોરર રહ્યો છે
બેંગ્લોર છેલ્લે 2016માં ફાઇનલમાં રમ્યું હતું. ત્યાર તેને સનરાઇઝર્સ હૈદરાબાદે હરાવ્યું હતું. વિરાટની કેપ્ટનશીપ હેઠળ RCBને પહેલીવાર ચેમ્પિયન બનવાની તક મળી હતી. છેલ્લી 4 સીઝનથી વિરાટ કોહલી ટીમનો ટોપ સ્કોરર રહ્યો છે. તેણે છેલ્લી સીઝનમાં 464, 2018માં 530, 2017માં 308 અને 2016માં 973 બનાવ્યા હતા.

બેંગ્લોર IPLમાં સૌથી વધુ મેચ રમનાર બીજી ટીમ
રોયલ ચેલેન્જર્સ લીગના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ટીમની સૂચિમાં બીજા સ્થાને છે. RCBએ અત્યાર સુધીમાં 181 મેચમાંથી 84માં જીત મેળવી છે અને 93માં હારનો સામનો કર્યો છે. 4 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. મુંબઈ ઇન્ડિયન્સ 187 મેચ સાથે આ સૂચિમાં પ્રથમ સ્થાને છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, દેવદત્ત પલ્લિકલ, ગુરકિરત માન સિંહ, મોઇન અલી, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, પાર્થિવ પટેલ, પવન નેગી, શિવમ દુબે, ઉમેશ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, આરોન ફિંચ, ક્રિસ મોરિસ, જોસ ફિલિપ, પવન દેશપાંડે, ડેલ સ્ટેન, શાહબાઝ અહેમદ, ઉસુરુ ઉદાના અને એડમ ઝામ્પા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો