તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાને માત:CSKના ઓપનિંગ મેચની 10 દિવસ પહેલાં ફાસ્ટ બોલર ચહરનો બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટીમ સાથે જોડાયો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચહરે ગઈ સીઝનની 17 મેચમાં 22 વિકેટ લીધી હતી.
  • ગયા મહિને CSKના બે ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફના 13 મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારથી બધા 14 દિવસ માટે કવોરન્ટીનમાં હતા
  • BCCIના પ્રોટોકોલ અનુસાર, દિપક ચહરનો હવે કાર્ડિયો ટેસ્ટ થશે, જેનાથી તેની રિકવરી વિશે માહિતી મળશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ઓપનિંગ મેચના 10 દિવસ પહેલાં ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)નો દિપક ચહર કોરોના વાઈરસથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. બુધવારે તેનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. તે પછી દિપક ટીમ હોટલમાં પરત ફર્યો છે. જોકે, તેણે હજી ટ્રેનિંગ શરૂ કરી નથી. જ્યારે, બીજો સંક્રમિત ખેલાડી રિતુરાજ ગાયકવાડ હજી પણ કવોરન્ટીનમાં છે.

CSKના CEO સી.એસ. વિશ્વનાથને જણાવ્યું હતું કે, દિપક ચહરના બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તે ટીમના બાયો-સિક્યુર બબલમાં પાછો ફર્યો છે. તેમણે કહ્યું હતું કે હવે બોર્ડના પ્રોટોકોલ અનુસાર તેનો કાર્ડિયો ટેસ્ટ થશે, જેનાથી તેની રિકવરી વિશે માહિતી મળશે. તે પછી વધુ એક ટેસ્ટ થશે અને તે નેગેટિવ આવતા દિપક ફરી ટ્રેનિંગ શરૂ કરી શકશે. બીજી તરફ, ગાયકવાડનો કવોરન્ટીન પીરિયડ 12 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

ચહરે IPLની 34 મેચમાં 33 વિકેટ લીધી છે. તેણે ગઈ સીઝનની 17 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ તેનું કોઈપણ સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે. ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નાઇ 19 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ ઓપનરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે રમશે. CSK 14માંથી 7 લીગ મેચ અબુ ધાબીમાં રમશે. તે અત્યાર સુધીમાં દરેક સીઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ગઈ સીઝનમાં ટીમ રનરઅપ રહી હતી. ત્યારે તેણે મુંબઇ સામે એક રને હારનો સામનો કરવો પડ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો