અકસ્માત / વર્લ્ડ સીરિઝ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલી 'ક્વીન ઓફ પોકર' એમ્મા ફ્રાયરનું મોત

Divyabhaskar.com | Updated - Mar 14, 2019, 05:00 PM
Queen of Poker Emma Fryer dies in road accident
X
Queen of Poker Emma Fryer dies in road accident

  • 42 વર્ષીય એમ્મા ફ્રાયર પહેલી વાર વર્લ્ડ સીરિઝ પોકર ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી હતી 
  • તે કસીનોથી હોટલ જઈ રહી હતી ત્યારે તેની કાર ક્રેશ થઇ, એમ્માને બ્રેન ઇન્જરી થઇ હતી
  • તેના પરિવારજનોએ કહ્યું કે, તે હમણાં જ ગ્રાન્ડમધર બનવાની હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્વીન ઓફ પોકર તરીકે ઓળખાતી ઇંગ્લેન્ડની એમ્મા ફ્રાયર રોઝવડોવના કસીનોમાંથી હોટલે જઈ રહી હતી. તે દરમિયાન તેની કાર ક્રેશ થતા તે મોતને ભેટી હતી. 42 વર્ષીય એમ્માએ પોતાના પોકર કરિયરની હમણાંજ શરૂઆત કરી હતી. તે પહેલી વખત વર્લ્ડ સીરિઝ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી હતી.

કાર 180 ડિગ્રી પલ્ટીને ક્રેશ થઇ હતી

1.

એમ્માના ડ્રાઈવરને છેલ્લી ઘડીયે રોડ સાઈડની સાઈન દેખાઈ હતી. તેણે ગાડી ધીમી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી 180 ડિગ્રી પલ્ટીને ક્રેશ થઇ હતી. એમ્માને બ્રેન ઇન્જરી થઇ હતી અને તે ઉપરાંત બીજા ઘણા ઓર્ગનને પણ ડેમેજ થયું હતું.

2.

2 બાળકોની માતા એમ્માએ પ્રોફેશનલ પોકર પ્લેયર બનવા બેટ-365ની જોબ છોડી હતી. તેને થોડા અઠવાડિયા પહેલા જ ખબર પડી હતી કે તેની દીકરી પ્રેગ્નેન્ટ છે અને ગ્રાન્ડમધર બનવાની હતી.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App