નિર્ણય / ફિક્સીંગમાં ફસાયેલા શ્રીસંત પરથી SCએ આજીવન પ્રતિબંધ હટાવ્યો, BCCI 3 મહિનામાં લેશે નિર્ણય

Divyabhaskar

Mar 15, 2019, 06:26 PM IST
SC removes lifetime ban from Sreesanth in Fixing case
X
SC removes lifetime ban from Sreesanth in Fixing case

 • સુપ્રીમ કોર્ટે BCCIને  શ્રીસંતને સુનાવણીની તક અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો
 • શ્રીસંત પર IPL-2013માં સ્પોર્ટ્સ ફિક્સીંગનો આરોપ 

નવી દિલ્હીઃ ક્રિકેટર શ્રીસંત પરથી સુપ્રીમ કોર્ટે IPL સ્પોર્ટ્સ ફિક્સીંગ કેસમાં આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCIને  શિસ્ત અંગેની કાર્યવાહી કરવાનો હક છે. કોર્ટે BCCIને  શ્રીસંતને સુનાવણીની તક અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCI શ્રીસંત પર લગાવેલા પ્રતિબંધ પર એકવાર ફરી વિચાર કરે, કોર્ટે કહ્યું કે, BCCIએ ત્રણ મહિનાની અંદર આ અંગેનો નિર્ણય કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈએ શ્રીસંતની વાત પણ સાંભળવી જોઈએ. આજીવન પ્રતિબંધની સજા યોગ્ય નથી. 
શ્રીસંત પર IPL-2013માં સ્પોર્ટ્સ ફિક્સીંગનો આરોપ
1.જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટની બેંચે BCCIને કહ્યું કે, ત્રણ મહિનાની અંદર શ્રીસંત અંગે નિર્ણય કરવો લેવો પડશે કે તેમની પર પ્રતિબંધ હટાવીને તેમને કઈ સજા આપશે. BCCIએ શ્રીસંત પર IPL-2013માં સ્પોર્ટ્સ ફિક્સીંગનો દોષી હોવાના આરોપસર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. જેની સામે શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા BCCIએ કહ્યું કે, શ્રીસંત પર ભ્રષ્ટાચાર , સટ્ટાબાજી અને રમતને બદનામ કરવાના આરોપ છે. 
2. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ શ્રીસંતે કહ્યું કે, તેઓ ફરી મેદાનમાં આવવા માટે તૈયાર છે. BCCIને ત્રણ મહિનાની અંદર નિર્ણય કરવાનો છે. પરંતુ આ સમય મારા માટે વધારે નથી કારણ કે આ નિર્ણય માટે હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું. 
 
2015માં નીચલી કોર્ટે શ્રીસંતને સ્પોર્ટ્સ ફિક્સીંગના ગુનામાંથી બરતરફ કર્યા 
3.

નીચલી કોર્ટે 2015માં શ્રીસંતને કથિત સ્પોર્ટ્સ ફિક્સીંગના ગુનામાંથી બરતરફ કર્યા હતા. જો કે, ત્યારબાદ કેરલ હાઈકોર્ટે શ્રીસંત પર લગાવેલા આજીવન પ્રતિબંધને પુનઃસ્થાપિત કર્યો હતો. શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટનાં નિર્ણયને પડકારતી અરજી કરી હતી. શ્રીસંતે તેમની અરજીમાં નીચલી કોર્ટનો હવાલો આપતા કહ્યું હતુ કે, BCCI તરફથી તેમની પર આજીવન પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કઠોર છે. એવો કોઈ પણ પુરાવો પણ નથી જેનાથી સાબિત થઈ શકે કે તેઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ હતા. 

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી