તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય ટીમ ટુર્નામેંટમાંથી બહાર, કોચ કોન્સટેન્ટાઈને રાજીનામુ આપ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  અંતિમ તબક્કામાં બહરીને 1-0થી ભારતને હરાવ્યું
  • ભારતીય ટીમ ગ્રુપ-Aમાં 3 અંક સાથે ત્રીજા સ્થાને 

શારજાહઃ ફૂટબોલનાં એશિયન કપમાં ભારતીય ટીમની હાર બાદ કોચ સ્ટીફેન કોન્સટેન્ટાઈને પદ પરથી રાજનામુ આપી દીધુ છે. સોમવારે ભારતીય ટીમ અંતિમ મુકાબલામાં બહરીનથી 0-1થી હારી ગઈ હતી. આ હાર બાદ ભારત ગ્રુપમાં ત્રીજા નંબરે છે. 
 

બહરીનની ટીમ ફીફા રેન્કિંગમાં ભારતથી 16 ક્રમે છે.  ભારત 97માં અને બહરીન 113માં ક્રમે છે. આશા હતી કે ભારતીય ટીમ  મેચને ડ્રો કરાવીને નોકઆઉટમાં સ્થાન બનાવી લેશે. 

  • ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનનાં જનરલ સેક્રેટરી કુશાવ દાસે ટ્વીટ કર્યું કે,  કોન્સટેન્ટાઈને ભારતીય ટીમનાં કોચના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. અમને હજુ સુધી કોઈ સૂચના મળી નથી, તેમ છતા અમે તેમના આ નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ, આ સાથે જ તેમના આપેલા યોગદાન માટે આભારી છીએ.
અન્ય સમાચારો પણ છે...