તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Hardik Pandya And KL Rahul Will Not Play 1st ODI Of IndvsAus Tomorrow In Sydney Over Koffee With Karan Controversy

ચેટ શોમાં મોંઘી પડી કોમેન્ટ્, સિડની વન-ડેમાંથી હાર્દિક પંડ્યા-રાહુલ આઉટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કે.એલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાંથી બહાર થઈ ગયા
  • ચેટ શોમાં હાર્દિક પંડ્યાએ મહિલા વિરોધી કમેન્ટ કરી હતી

નવી દિલ્હી: ટીવી શો કોફી વિથ કરનમાં મહિલાઓ પર અશ્લિલ ટીપ્પણી માટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કે.એલ રાહુલને પહેલાં વન-ડેમાંથી પડતાં મુકાયા. બીસીસીઆઈના COA સાથેની ઈમેલ સાથેની વાતચીતથી જાણવા મળ્યું છે કે, ખેલાડીઓ સામે કડક પગલાં લેવાશે. જેમકે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિરુદ્ધ 15 દિવસ સુધી તપાસ સમિતિ પણ બેસાડવામાં આવે તેવી શક્યતા છે. આમ, પંડ્યા અને રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની સમગ્ર વન-ડે સિરીઝમાં બહાર થઈ શકે છે. આ બંને ખેલાડીઓને ભારત પરત બોલાવવાય તેવી પણ શક્યતા છે. નોંધનીય છે કે, તાજેતરમાં ટીવી શો 'કોફી વિથ કરન'માં હાર્દિક પંડ્યા તેમના સાથી કે.એલ રાહુલ સાથે આવ્યા હતા અને તે દરમિયાન તેણે મહિલાઓ વિશે અશ્લીલ કમેન્ટ કરી હતી. 

 

શો દરમિયાન હોસ્ટ કરન જોહરે બંને ખેલાડીઓ સાથે તેમના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. પંડ્યાએ આ દરમિયાન તેના અંગત જીવન સાથે જોડાયેલા અમુક સવાલોના જવાબ આપ્યા હતા. પંડ્યાએ આ દરમિયાન ડેટિંગ, રિલેશનશિપ અને મહિલાઓ સાથે જોડાયેવા સવાલોના જવાબ પણ આપ્યા હતા અને તેના કારણે તેના ફેન્સ ખૂબ દુખી થયા હતા. પંડ્યાએ જણાવ્યું કે, તે તેના પરિવારજનો સાથે ખૂબ ટ્રાન્સપરન્ટ છે. તેણે જ્યારે ફર્સ્ટ ટાઈમ વર્જિનિટી ગુમાવી ત્યારે પણ તેણે ઘરે આવેની તેના માતા-પિતાને વાત કરી હતી. પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, એક વાર તે તેના માતા-પિતા સાથે એક પાર્ટીમાં ગયો ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું કે, તું કઈ મહિલાની સામે જોવે છે, ત્યારે તેણે એક પછી એક દરેક મહિલા સામે આંગળી કરીને કહ્યું હતું કે, તે દરેક મહિલા સામે જોવે છે અને તે કેવી રીતે ચાલે છે તે તેને જોવું વધારે ગમે છે. 

 

પંડ્યાની મહિલા વિરોધી વાતો સાંભળીને સોશિયલ મીડિયામાં તેના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ પણ તેના આ નિવેદનને શરમ જનક ગણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...