તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘હું મહારાષ્ટ્રનો ડોન છું’ કહી તમાચો મારનારને ‘આ ગુજરાત છે’ કહી મિત્રએ સળિયો મારી પતાવી દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર
  • મોડી રાત્રે યુવક બાકડા પર સૂતેલો હોય માથા પર અનેક ઘા કરતા સ્થળ પર મોત
  • વાપી ડુંગરી ફળિયામાં હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ

વાપીઃ વાપી ડુંગરા વિસ્તારમાં બે મજૂર મિત્રો રાત્રે જમતી વખતે બાખડ્યા હતા. હું મહારાષ્ટ્રનો ડોન છું કહી એકએ બીજાને તમાચો જડી દેતા મોડી રાત્રે અદાવત રાખી બીજાએ સુતેલા મિત્ર ઉપર સળિયાથી હુમલો કરતા સ્થળ ઉપર તેનું મોત થયું હતું.

મોડી રાત્રે કરી ઘાતક હત્યા
વાપી ડુંગરા ડુંગરીફળિયા વિસ્તારમાં આવેલ પ્રભાત કોમ્પ્લેક્ષ-2માં ગિરીશ હીરા પટેલની ઓફિસની સામે રહેતા રાકેશ કુમાર નંદકિશોર કનૌજીયાએ શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવિંદ્ર ઉર્ફે દાદા જાધવ ઉ.વ.49 અને મોહંમદ ગુલાબ મોહંમદ ઇબ્રાહીમ શેખ ઉ.વ.49 બંને છેલ્લા ઘણા વર્ષોથી વાપીના વિવિધ વિસ્તારોમાં છૂટક મજૂરીનું કામ કરે છે. તેમજ ઓફિસની સામે મૂકેલા બાકડા પર રાતના સમયે સુઇ જાય છે. શુક્રવારે રાત્રે રાકેશ અને રવિંદ્ર અન્ય મિત્રો સાથે જમવા બેસેલા હતા. તે સમયે મોહંમદ ગુલાબ ત્યાં પહોંચતા રવિંદ્રએ તેને કહેલ કે મૈં મહારાષ્ટ્ર કા ડોન હું. જવાબમાં મોહંમદે જણાવેલ કે યે ગુજરાત હૈ. જેથી બંને વચ્ચે બોલાચાલી થતા રવિંદ્રએ મોહંમદને તમાચો જડી દીધો હતો. બંનેને લોકોએ છોડાવવા બાદ તમામ સુઇ ગયા હતા. જેની અદાવત રાખી આરોપી મોહંમદ મોડી રાત્રે ઉઠીને સળિયા વડે સુતેલા રવિંદ્રના માથા તેમજ શરીરે હુમલો કરતા તેનું સ્થળ ઉપર મોત થયું હતું. સવારે બાકડા પર રવિંદ્રની લાશ દેખાતા બનાવ અંગે ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. ડુંગરા પીએસઆઇ વી.જી.ભરવાડે ઓફિસ બહાર લગાવેલા સીસીટીવીમાં ચકાસણી કરતા હત્યાની સમગ્ર ઘટના તેમાં કેદ થઇ જતા આરોપી મોહંમદની ડુંગરી ફળિયા વિસ્તારમાંથી રખડતી હાલતમાં ધરપકડ કરી હતી.

20 વર્ષની જૂની દોસ્તીનો અંત આવ્યો
આરોપી મહંમદ અને મૃતક રવિન્દ્ર 20 વર્ષ પહેલા જ પોતા પોતાનું ઘર છોડી વાપી આવી ગયા હતા. વાપીમાં મુલાકાત બાદ બંને પેન્ટિંગ તેમજ અલગ-અલગ છૂટક મજૂરી એક સાથે કરતા હતા. બંને વચ્ચે આટલી ગાઢ દોસ્તી થઈ ગઈ હતી કે જમવાનું પણ એક થાળીમાં હતું. જોકે આ દોસ્તીનો અંત આવ્યો છે.

હત્યા કરી આખી રાત લાશ પાસે સૂતો રહ્યો
આરોપી મોહંમદ વર્ષો જૂના મિત્ર રવિંદ્રને પતાવી દીધા બાદ આખી રાત તેની બાજુના બાકડા ઉપર સુતો હતો. મળસ્કે ઓફિસમાં રહેતા યુવકને જગાડી લાશને ઓઢાડેલા કપડા ઉતારી તેણે કહ્યું હતું કે, આ જો મેં પતાવી દીધા આને. ત્યારબાદ તે સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...