તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરના બારણાં આગળ સૂઇ જઇ લોકોએ ડિમોલિશન અટકાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોસંબામાં 7 ઝૂપડા, હથુરણમાં 1 મકાનનું ડિમોલિશન કરાયું

કોસંબા: માંગરોળ તાલુકામાંથી પસાર થતી પશ્ચિમ રેલવેના સમાંતર માલપરિવહન માટે રેલવે દ્વારા ફેડકોરીડોર બનાવવામાં આવી રહ્યો છે. જેમાં કોસંબા ખાતે ખાનગી માલીકીની જગ્યા પર 7 જેટલા ઝુપડાઓ તેમજ હથુરણ ગામ ખાતે 1 જૂનુ મકાન રેલવેના હદ વિસ્તરણમાં આવતું હોય. છેલ્લા 3-4 વર્ષ કરતાં વધુ સમયથી વળતર બાબતનો વિવાદ રેલવે, કલેક્ટર અને ત્યારબાદ કોર્ટ સુધી પહોંચ્યો હોય. કોર્ટમાં થયેલ નિકાલ બાદ દબાણ કરનાર જગ્યાનો કબજો છોડતો ન હોય. રેલવે તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ઘણા લાંબા સમયથી નોટિસો આપ્યા બાદ પણ પોતાનો કબજો છોડતા ન હોય. રેલવેની પૂર્વ સૂચના અને તંત્ર દ્વારા નોટિસો આપ્યા બાદ પણ કબજદારે પોતાના કબજાનુંબાંધકામ દૂર કર્યુ ન હોય. 
શુક્રવારના રોજ કોસંબા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડિમોલિશન ચાલુ કરે તે પહેલા જ કોસંબા ખાતે દબાણ કરનાર મંગાભાઈ પ્રજાપતિ તેમજ તેમનો પરિવાર મશીનની આગળ પોતાના ઘરના બારણામાં સૂઈ જઈને અમને પૂરતુ વળતર મળ્યું નથી, વળતર મળશે તો જ અમે અહીંથી ખશીશું. તેમ જણાવી વિરોધ કર્યો હતો. પોલીસની સાથે મામલતદાર એમ. એમ. વસાવા તેમજ પ્રાંત અધિકારીનો સ્ટાફ પણ હોય. દબાણકર્તાને વળતર અંગે યોગ્ય સમજ આપી સરકારી કામમાં હસ્તક્ષેપ ન કરવા યોગ્ય સમજ આપી તેને વિરોધ કરતાં તેને શાંતિપૂર્ણ હટાવી તેના ઘરનો સામાન મજૂરો દ્વારા ખસેડી 7 જેટલા કાચા પતરાવાળા ઝુપડાનું ડિમોલિશન જેસીબીની મદદથી કરવામાં આવ્યું હતું.
આ બાદ આ ટુકડી હથુરણ ગામે રેલવે ટ્રેકની બાજુમાં રહેતા વૃદ્ધાહાજરા યુસુફ ધોલાતના ઘરે પહોંચી હતી. વૃદ્ધા ઘણા લાંબા સમયથી વળતરના મામલે વિરોધ કરી પોતાની મિલકત છોડતી ન હોય અધિકારીઓ અને પોલીસ ને જોતા તેણે પોતાના સગા વાહલાઓ સાથે પોતાની જાતને ઘરમાં બંધ કરી દીધી હતી. બહાર નીકળવાની ના પાડી હતી. તેમજ મારી જાનને ખતરો છે. તેવું રટણ રટ્યા કરતી હોય. હથુરણ ગામના ડે. સરપંચ અબ્બાસ મોરી તલાટી, ગામના આગેવાનો, મામલતદાર , રેલવેના અધિકારીઓએ વાતચીત કરી વૃદ્ધાને વળતરપેટે મળનાર રકમ ઓછી લાગતી હોય. વધુ રકમ માટે રેલવેના અધિકારીઓ કોર્ટમાં દાવો કરી વધુ રકમ મેળવી આપવાની હૈયા ધરપત આપી હોય. વૃદ્ધાએ પોતાનું ઘર તોડવા સંમતી આપી હતી. સ્થળ પર થયેલા થોડા વિરોધ બાદ પૂરતી તૈયારી સાથે આવેલી પોલીસે સમજાવટ અને પટાવતનો રસ્તો અપનાવી શાંતિપૂર્વક ડિમોલિશન પાર પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો