હત્યાનો પ્રયાસ / સુરતના સચિનમાં હોટલના માલિકને અજાણ્યા ઈસમોએ છરાના 25થી વધુ ઘા માર્યા

unknown person hit more than 25 knives to hotel owner at sachin in surat

  • હાથ-પગ, માથા-મોઢા સહીત આખા શરીર પર ઘા મારી હુમલાખોરો ફરાર
  • ભત્રીજાની નજર સામે કાકાની ઘાતકી હત્યા કરવાના ઇરાદે થયેલો હુમલો

DivyaBhaskar.com

May 16, 2019, 11:47 AM IST

સુરતઃ સચિનમાં રાજ હોટલના માલિક પર મોડીરાત્રે કેટલાક અજાણ્યા ઈસમોએ હિંસક હુમલો કરી છરાના 25થી વધુ ઘા માર્યા હતા. હુમલા બાદ બુમાબુમ થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. કારીગર વતન ચાલી જતા રામ ઇકબાલ સવારે હોટલ ખોલવાના ઇરાદે હોટલમાં જ સુઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલના ICU માં દાખલ રામ ઇકબાલ પર થયેલા જીવલેણ હુમલા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.

હોટલની અંદર જ હુમલો

સુનાઈલાબી (ઇજાગ્રસ્તની બહેન) એ જણાવ્યું હતું કે, તેઓ લગભગ 10-15 વર્ષથી સુરતમાં રહે છે અને ભાઈ રામ ઇકબાલ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બુધવારના રોજ હોટલના કારીગર પત્ની બીમાર હોવાથી વતન ચાલી ગયો હતો. જેને લઈ રામ ઇકબાલ બુધવારની રાત્રે ભત્રીજા ગોવિંદ સાથે હોટલમાં સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રીના અઢી વાગ્યાના અરસામાં 4 અજાણ્યા ઈસમો હોટલના પાછળના દરવાજેથી અંદર ઘૂસી રામ ઈકબાલને ઉંઘમાંથી જગાડી તેના પર ઉપરા ઉપરી છરાના 25થી વધુ ઘા માર્યા હતા.

કાકાની ચિચયારીને લઈ ભત્રીજો જાગી ગયો

વધુમાં ઉમેર્યું હતું કે, હુમલા બાદ કાકાની ચિચયારીને લઈ ગોવિંદ જાગી જતા હેબતાઈ ગયો હતો. જીવ બચાવી નજીકમાં રહેતા પરિવારની રૂમ તરફ દોડીને કાકા કો માર દિયાની બુમાબુમ કરતા આખું પરિવાર હોટલ તરફ ભાગ્યું હતું. હોટલની અંદર રામ ઇકબાલ લોહીના ખાબોચિયામાં પડેલો જોઈ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હુમલાખોરોને શોધવા માંડ્યા હતા. જોકે, કોઈ નહીં દેખાતા પરત હોટેલ પર દોડી આવ્યા હતા.

પરિચિતે હુમલો કર્યાની આશંકા

વધુમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક દોડી આવેલા 108ના EMT વિશાલ અને પાઇલોટ મનિષે ઇજાગ્રસ્ત રામ ઇકબાલ ભાઈને એમ્બ્યુલન્સમાં લઈ પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હાલ તેઓ ICU માં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. રામ ઇકબાલ પર હુમલો પરિચિત વ્યક્તિએ જ કર્યો હોય એવી પરિવારે આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ આ હુમલા બાદ હુમલાખોરોનું પગેરું શોધવાની દિશામાં કામગીરી કરી રહી છે.

X
unknown person hit more than 25 knives to hotel owner at sachin in surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી