જળસંકટ / વાપીમાં બે દિવસ પાણીકાપ, દમણગંગા નદીમાં પાણીની અછત વર્તાઇ

મધુબન ડેમમાંથી છોડાયેલું પાણી હજી દમણગંગા નદીમાં પહોંચ્યું નથી
મધુબન ડેમમાંથી છોડાયેલું પાણી હજી દમણગંગા નદીમાં પહોંચ્યું નથી

  • બે દિવસ વલસાડના લોકોને પાણી નહીં મળે
  • પાણીકાપના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

DivyaBhaskar.com

May 03, 2019, 03:59 PM IST

સુરતઃ આજે અને આવતી કાલે એમ બે દિવસ માટે વલસાડમાં પાણીકામ મૂકવામાં આવ્યો છે. પાણીકામના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ઉનાળાના સખત તાપ વચ્ચે વાપીવાસીઓએ પીવાના પાણી માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ ઉદભવી છે. વાપી પાલિકાની રજૂઆત બાદ મધુબન ડેમમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી ન પહોંચતાં પાલિકાએ બે દિવસ શહેરમાં પાણી નહીં એવી જાહેરાત કરવી પડે છે. બે દિવસ સુધી લોકોએ પીવાના પાણીની વ્યવસ્થા જાતે કરવી પડશે. જવાબદાર અધિકારીઓના સંકલનના અભાવે જળ સંકટ ઊભુ થયું છે.

જળના અભાવે ગૃહિણીઓએ હાલાકી

વાપીના ઉદ્યોગો અને શહેરીજનો પીવાના પાણી માટે દમણગંગા નદી પર નિર્ભર છે. પરંતુ હાલ દમણગંગા નદીમાં પાણીની અછત વર્તાઇ છે. દમણગંગા નદીમાં પાણી ખૂટતાંની સાથે જ પાલિકાએ મધુબન ડેમમાંથી પાણી છોડવા લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ મધુબન ડેમમાંથી પાણીનો જથ્થો ગુરૂવારે છોડવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી દમણગંગા નદીમાં આ જથ્થો પહોંચ્યો નથી. જેના પરિણામે શહેરમાં જળસંકટ ઊભુ થયું છે. પાલિકાએ શહેરમાં બે દિવસ પીવાનું પાણી આવશે નહીં તેની જાણ લોકોને કરી દીધી છે. ઉનાળાના ભરપુર તાપ વચ્ચે લોકોએ પીવાના પાણી માટે આજે અને કાલે બે દિવસ ફાંફા મારવા પડશે. જળના અભાવે ગૃહિણીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વાપીમાં જળસંકટની સ્થિતિ કેમ ઉદભવી

વલસાડ શહેરની જેમ હવે વાપીમાં પણ પાણીની અછત ઊભી થઇ છે. નોટીફાઇડ આગળ પાલિકાના ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી જતાં પાણીનું સ્તર ઘટી જતાં ઉલેચી શકાય તેમ નહીં હોવાથી આ સ્થિતિ ઉદભવી છે. નોટિફાઇડ અને જીઆઇડીસીને પાણીનો જથ્થો મળી રહે તેટલું સ્તર પાણીનું છે. જેથી નોટિફાઇડના રહેણાંક વિસ્તારને રાહત થશે.

X
મધુબન ડેમમાંથી છોડાયેલું પાણી હજી દમણગંગા નદીમાં પહોંચ્યું નથીમધુબન ડેમમાંથી છોડાયેલું પાણી હજી દમણગંગા નદીમાં પહોંચ્યું નથી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી