સુરત / લિંબાયતમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર લાકડાના ફટકાથી હુમલો

DivyaBhaskar.com

May 16, 2019, 07:26 PM IST
The wooden attack on the police caught on the accused in Lembayat by a wooden strike

  • પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો
  • આરોપીઓને પકડવા પોલીસે શોધખોળ આદરી

સુરતઃલિંબાયતમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આ‌વ્યો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલને માથામાં ગંભીર ઇજા થઈ હતી. પોલીસે અરોપી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

શંકાથી પકડવા ગયા હતા

લિંબાયત પોલીસ સ્ટેશનમાં રવિકાંત મંગલભાઈ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.બુધવારે સાંજે રવિકાંત હેડ કોન્સ્ટેબલ રીતેશ મોહનદાસ સાથે ગુમ થનાર વ્યકિતની તપાસમાં નીકળ્યા હતા. આર.ડી.નગર ફાટક તરફ જતા શાંતીનગર શાકમાર્કેટ પાસે પહોંચતા ત્યાં આગળ નરેન્દ્ર ઉર્ફે કબુતર સખારામ પાટીલ(રહે. જોલવા ગામ, કડોદરા) હાથમાં ફટકો લઈને ઉભો હતો. નરેન્દ્ર વિરુદ્ધ પહેલા લૂંટ,ચોરી અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પાસે ફટકો હોવાથી તે કોઈ ગુનો કરશે એવી શંકાથી રવિકાંત અને રીતેશ નરેન્દ્રને પકડવા ગયા હતા. તે પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. નરેન્દ્રએ રવિકાંત તરફ છૂટો ફટકો માર્યો હતો.

ઝપાઝપી બાદ હુમલો

રણછોડનગર સોસાયટી પાસે રવિકાંતે નરેન્દ્રને પકડી લીધો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે સમયે નરેન્દ્ર નીચે પડી જતા તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. તે સમયે ત્યાં પાસે પડેલો લાકડાના ટુકડાથી નરેન્દ્રએ રવિકાંતને માથામાં ત્રણ ફટકા મારી દીધા હતા. તેથી રવિકાંત ગંભીર રીતે ઇજા પામવાથી નીચે પડી ગયો હતો. નરેન્દ્ર ત્યાંથી નાસી ગયો હતો. હેડ કોન્સ્ટેબલ રીતેશ ત્યાં આવી જતા રવિકાંતને સારવાર માટે સંજયનગર પાસે આવેલ પંકજ હોસ્પિટલમાં લઈ ગયો હતો. રવિકાંતે નરેન્દ્ર વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો.

X
The wooden attack on the police caught on the accused in Lembayat by a wooden strike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી