લૂંટ / સુરતના દિલ્હીગેટ થી ગોલ્ડન પોઈન્ટની વચ્ચે દોઢ કલાકમાં પોણા લાખની લૂંટ

The robbery of Rupees one lakh in a half hour between Surat from Delhi to Golden Point

  • પોલીસ નાઇટ પટોલિંગ કરતી હોવા છતાં લૂંટારૂઓ બેફામ
  • બેંક મેનેજર અને સુપરવાઇઝરે લૂંટનો ગુનો પોલીસમાં નોંધાવ્યો

DivyaBhaskar.com

May 16, 2019, 07:25 PM IST

સુરતઃરિંગરોડ થી દિલ્હીગેટ સુધીમાં પોલીસ રાત્રી પટ્રોલિગ કરતી હોવા છતાં બાઇકર્સ ગેંગ પોલીસને ગાંઠતા નથી. બુધવારે દિલ્હીગેટ થી ગોલ્ડન પોઈન્ટની વચ્ચે દોઢ કલાકમાં પોણા લાખની લૂંટના વધુ બે બનાવો બન્યા છે. જેમાં અડાજણ હની પાર્ક રોડ પર કેપિટલ કોમ્પલેક્ષમાં રહેતા અને આઇડીબીઆઇ બેંકમાં આસિટન્ટ મેનેજર વીજેન્દ્નસિંહ મોહનસિંગ હાડા પત્નીને લઈને એકટિવા મોપેડ પર 15મી તારીખે પોણા ચાર વાગ્યે ગોલ્ડન પોઈન્ટ બીજના છેડા પાસેથી પસાર થતા હતા.

બદમાશોએ બેગ ઝૂંટવી

આ દરમિયાન સ્પોર્ટસ બાઇક પર આવેલા બે બદમાશોએ પત્નીના હાથમાંથી બેગ ઝૂંટવીને ભાગી ગયા હતા. બેગમાં મોબાઇલ, મંગલસૂત્ર, ઘરેણાં, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, એટીએમ કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ હતું. આ ઘટના પછી દોઢ કલાક પછી દિલ્હીગેટ પાસે વધુ એક ઘટના બની હતી. જેમાં કતારગામમાં તુલસી નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા અને બિલ્ડરને ત્યાં નોકરી કરતા હરેશ ભોગીલાલ નાઈ 15મી તારીખે સવા પાંચ વાગ્યાના અરસામાં બસમાંથી ઉતરીને દિલ્હીગેટ પાસેથી ચાલતા જતા હતા. તે વેળા બાઇક પર આવેલા બે લૂંટારૂઓએ શર્ટના ખિસ્સામાંથી બે મોબાઇલ 20800ની કિંમતના લૂંટી ફરાર થયા હતા. બન્ને ઘટનાઓને લઈને મહિધરપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં આ‌વી ઉપરાછાપરી ઘટનાઓ બનવાને કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

X
The robbery of Rupees one lakh in a half hour between Surat from Delhi to Golden Point
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી