હુમલો / સુરતના ગોપીપુરામાં નશાખોર પુત્રના રૂપિયા માંગવાથી કંટાળી પિતાએ ઝીંક્યા ચપ્પુના ઘા

  • હુમલાખોર પિતા પોલીસમાં સરેન્ડર થયો
  • ઈજાગ્રસ્ત સિવિલમાં સારવાર હેઠળ

DivyaBhaskar.com

May 16, 2019, 04:02 PM IST

સુરતઃગોપીપુરા વિસ્તારમાં બેડખા ચકલાની પતરાવાળા ચાલમાં રહેતા પિતાએ પોતાના નશાખોર પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. 25થી વધુ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા ગંભીર હાલતમાં પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ હુમલાખોર પિતા પોલીસમાં સરેન્ડર થયો હતો.

આવારા પુત્રથી પિતા કંટાળ્યા હતા

ગોપીપુરામાં રહેતા મંગુભાઈ રાઠોડ લુમ્સના કારીગર છે તેમનો દીકરો નિલેશ(ઉ.વ.આ.29)ના સિટી સ્કેનમાં કામ કરતો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે તે કંઈ કામ ન કરતો હોય અને આવારાની સાથે નશાની લતે ચડ્યો હોય અવારનવાર ઘરે આવીને પિતા અને આંગણવાડીમાં નોકરી કરતી માતા પાસે રૂપિયાની માંગ કરતો હતો. એકનો એક પુત્ર હોય શરૂઆતમાં માતા પિતા રૂપિયા આપતાં હતા પરંતુ જ્યારે રૂપિયા ન હોય ત્યારે નિલેશ ઘરમાં તોડફોડ કરતો હતો. જેથી કંટાળીને પિતાએ પુત્ર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. દીકરો સારવાર હેઠળ છે અને પિતાએ સરેન્ડર કર્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી