એડમિશન / વલસાડ જિલ્લાની કોલેજોમાં BScમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ગુરૂવારથી શરૂ થઇ

DivyaBhaskar.com

May 16, 2019, 08:07 PM IST
વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સેન્ટરો પર ઉમટી પડ્યાં હતાં.
વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સેન્ટરો પર ઉમટી પડ્યાં હતાં.

  • સાયન્સના પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ
  • હેલ્પલાઇન સેન્ટરો પ્રથમ દિવસે વિદ્યાર્થીઓઓની ભીડ

વલસાડઃવલસાડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓને B.Sc માં પ્રવેશ મેળવવા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સીટી દ્વારા ગુરૂવારથી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાની 9 કોલેજોમાં 12 વર્ગો માટે 1380 બેઠકોમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં BSc માં પ્રવેશ મેળવવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાયબર કેફેમાં વિદ્યાર્થીઓ

વલસાડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની કોલેજ ઉપર ભીડ જોવા મળી હતી. વલસાડ જિલ્લાની 9 કોલેજોના 12 વર્ગો માટે 1380 બેઠકો માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન પ્રવેશ મેળવી શકશે. વલસાડ જિલ્લાની તમામ કોલેજોમાં હેલ્પલાઇન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. કોલેજ ખાતે હેલ્પલાઇન સેન્ટરો ઉપર ગુરૂવારે સવારથી ભીડ જોવા મળી રહી હતી. પ્રવશે મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે સાઇબર કેફે દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 150 થી 200 પ્રવેશ ફોર્મ ભરવાના લેતા હોવાથી સાઇબર કેફે કરતા કોલેજ ખાતે શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન સેન્ટર ઉપર ઓનલાઇન ફોર્મ ભરવાની કોઈપણ ફી લેવામાં આવતી નથી. માત્ર પ્રવેશ ફી ના ઓનલાઇન ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ફી ભરવામાં આવે છે. ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે તેમના ઓરીજનલ ડોક્યુમેંન્ટની ચકાસણી કરાવી લેવી જેથી કોલેજમાં પ્રવશે મળે ત્યારે ડોક્યુમેન્ટમાં કઈ બાકી ન રહે.

X
વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સેન્ટરો પર ઉમટી પડ્યાં હતાં.વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સેન્ટરો પર ઉમટી પડ્યાં હતાં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી