સુરત / બનાવટી લાયસન્સના આધારે ગન રાખનારાના જામીન કોર્ટે નામંજૂર

On the basis of counterfeit license, the bailiff of the gunners denied the court

  • સિક્યુરિટી ગાર્ડે ગન રાખી હતી
  • સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

DivyaBhaskar.com

May 16, 2019, 06:12 PM IST

સુરતઃબનાવટી લાયન્સના આધારે ગન રાખી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનારા આરોપીના કેસમાં આજે ગુરુવારના રોજ સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરાયો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી.

પાંચ કારતૂસ પણ મળ્યા હતા

કેસની વિગત મુજબ વર્ષ 2010માં પોલીસને બાતમી મળી હતી કે પાલ રોડ ખાતે રહેતો આરોપી સુરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ઠાકોર હથિયાર રાખવા અંગેનું બોગસ લાયસન્સ બનાવીને ગન રાખી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. આથી પોલીસે પાલ નજીક મહાવીર સોસાયટીમાં તપાસ કરી આરોપીની અંગ જડતી લેવામાં આવી હતી ઉપરાંત તેના રૂમ પર પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં પાંચ કારતૂસ પણ મળી આવ્યા હતા. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ તેણે જામીન મુક્તિ માટે અરજી કરી હતી જે કોર્ટે નકારી કાઢી હતી.

X
On the basis of counterfeit license, the bailiff of the gunners denied the court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી