ડિમોનેટાઈજેશન / સુરતના NRIએ નોટબંધી બાદ RBIમાં જમા કરાવેલા 30 હજાર પરત મળ્યાં નથી

DivyaBhaskar.com

May 16, 2019, 10:49 PM IST

  • નોટબંધીની મુદ્દત પુરી થયે જમા કરાવેલા
  • બે વર્ષથી વધુ સમય થયો પણ રૂપિયા ન મળ્યા

સુરતઃનોટબંધીને બે વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ ભૂત ધુણ્યા કરે છે. નોટબંધી બાદ જૂની 500 અને 1000ના દરની નોટ જમા કરાવવાના સમય બાદ મૂળ સુરતના એનઆરઆઈ વકીલે મુંબઈ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપિયા 30 હજાર જમા કરાવ્યા હતાં. પરંતુ તેમના ખાતામાં જમા કરાવેલા રૂપિયા હજુ પરત આવ્યા નથી.

2017માં રૂપિયા જમા કરાવ્યા હતા

હરેશ પટેલ નામના વ્યક્તિએ પોતાના પાસપોર્ટ અને પાસબુક વેરીફાઈ કરાવીને નોટબંધીની મુદ્દત વીતી ગયા બાદ પહેલી માર્ચ 2017ના રોજ મુંબઈની રિઝર્વ બેંક ખાતે 500 રૂપિયાના દરની 24 અને હજારના દરની 18 નોટ જમા કરાવી હતી. ત્યાં કાઉન્ટર પરથી તેમને કહેવાયું હતું કે, તમારા ખાતામાં રૂપિયા જમા થઈ જશે પરંતુ આજ દીન સુધી આ રૂપિયા પરત તેમના ખાતામાં નથી આવ્યાં.

રૂપિયા આવવાની આશા નથી

વકીલ હરેશ પટેલે જણાવ્યું હતું કે, 30 હજારની 42 નોટ જમા કરાવી હતી. પરંતુ મને આશા નથી કે રૂપિયા પરત આવે. સરકાર અને બેંકોની નીતિઓ અલગ અલગ છે. સરકાર શું કરે છે. બેંકો શું કહે છે તેમાં આપણને સામાન્ય માણસને ખબર પણ નથી હોતી. મારા જેવા ઘણા એનઆરઆઈને રૂપિયા પરત નથી આવ્યા તો મને પણ નથી લાગતું કે રૂપિયા ખાતામાં જમા થશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી