મર્ડર / સુરતમાં પુત્રએ જ પિતાની 10 લાખમાં સોપારી આપી હત્યા કરાવી મૃતદેહ દાટી દીધેલો

  • પાંડેસરામાં પુત્રએ પિતાની કરપીણ હત્યા કરી
  • પુત્રે પિતાના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી

DivyaBhaskar.com

May 18, 2019, 03:42 PM IST

સુરતઃઘોર કળિયુગની ચાડી ફૂંકતો એક બનાવ પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં કાપડનું કારખાનું ધરાવતા એક વૃદ્ધની તેના જ પુત્રએ હત્યા કરી હતી. આટલું અધૂરું હોય તેમ ગુનો છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી. વળી, પોલીસને પોતાના પર શંકા ન જાય એટલા માટે પોતાના પિતા ગુમ થયાની જાણ પોલીસને પણ તેણે જ કરી. આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી અને પુછપરછના આધારે સમગ્ર કેસને ઉકેલીને પુત્ર સહિત અન્ય એકને ઝડપી લીધો છે.

મશીન લેવા ગયા તે પરત નહોતા ફર્યા

બમરોલી રોડ પર બાપા ‌સિતારામ સોસાયટીમાં ‌જિતેશ ટેક્ષટાઇલના નામે કાપડનું કારખાનું ધરાવતા અને અલથાણગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા 70 વર્ષીય પ્રહલાદભાઇએ ‌ત્રિભોવનદાસ પટેલ (મૂળ રહેઃ ‌ કાશાગામ, તા. વિસનગર, મહેસાણા) ગઇ તા.14મીએ પ્રહલાદભાઇએ કીમ ખાતે મશીન લેવા ગયા બાદ ઘરે પરત આવ્યા ન હતા. આ અંગે તેમના પુત્ર ‌જિતેશે ‌તેના પિતા ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસને કરી હતી. જો કે પોલીસે રહસ્ય પરથી પડદો ઉચકતાં પુત્ર પિતાને હત્યાના સ્થળે લઈ ગયો હતો અને બાદમાં ત્યાં જમીનમાં દાટી દીધા હતાં.

લાશ જમીનમાંથી બહાર કઢાઈ

આ ઘટનામાં ખરેખર 70 વર્ષીય વૃદ્ધ ગુમ નથી થયા પરંતુ તેના પુત્રએ જ તેની હત્યા કરી લાશ ભાઠેના વિસ્તારમાં દાટી દીધી હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. એ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ‌જિતેશને શોધી કાઢ્યો હતો અને તેની આગવી ઢબે આકરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેની કબૂલાતના આધારે પોલીસે ભાઠેના વિસ્તારમાં જઈ વૃદ્ધની લાશ જમીનમાંથી બહાર કાઢી હતી.

20 દિવસ અગાઉ કારખાનું ભાડે રાખ્યું હતુ

આરોપી જીતેશ દ્વારા ભાઠેના 4 કૃણાલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પિતાની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહ દાટી દીધો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, જીતેશે આ કારખાનું 20 દિવસ અગાઉ જ ભાડે રાખ્યું હતું. પુત્ર પિતાને કારખાનાની જૂની મશીનરી બતાવવાનું કહી લઈ ગયો હતો. બાદમાં હત્યા કરી હતી.

સીસીટીવીના આધારે ભેદ ખુલ્યો

એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે, 14મીએ બે લાખ સાથે પિતા ગૂમ થયાની પાંડેસરા પોલીસમાં ફરિયાદ અપાઈ હતી.16મીએ અગ્રણીઓએ કમિશનરને રજૂઆત કરી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાતા પોલીસે સીસીટીવી તપાસ્યા હતાં અને જીતેશના નિવેદન લીધા હતા જેમાં હિતેશે કહેલું કે તેમણે કારખાનેથી પિતાને બાઈકમાં બેસાડી અખબાર નગર સર્કલ ઉતાર્યા હતાં. જો કે, પોલીસે સીસીટીવી ચેક કરતાં તે ભાઠેના લઈ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું.

પુત્રએ 10 લાખમાં સોપારી આપી હતી

જીતેશે પોતાના પરિવારમાં અને ધંધામાં પિતા સાથે ઝઘડો થતો હોય વારંવારના અણબનાવને અંત આપવા ચાની લારીવાળા સંજય તુકારામ અને સલીમ હજરત શેખને 10 લાખની સોપારી આપી હતી. બાદમાં ભાડાના કારખાનામાં હત્યા કરી જમીનમાં લાશ દાટી દેવાનું પૂર્વાયોજીત કાવતત્રું રચ્યું હતું.

પાવડાના સાત ઘા મારી હત્યા કરી

પોલીસે જણાવ્યું હતું કે, કાવતરાં પ્રમાણે પિતાને કારખાને લાઈને સંજયે વાતચીત કરી અંદર લઈ ગયો હતો બાદમાં ત્યાં પહેલેથી જ હાજર સલીમ શેખે પાવડાના સાતેક ઘા ઝીંકી હત્યા કરી હતી.બાદમાં તે જ સાંજે જીતેશ પણ ત્યાં ગયો હતો અને લાશને જમીનમાં દાટી દીધી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લઈને પાંડેસરા પોલીસને સોંપી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી