ડિમોલીશન / સુરતમાં મકાનો તોડી પડાતા લોકોએ સામાન સાથે ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ઓફિસ પર વિરોધ કર્યો

થાળી-વેલણ વગાડી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો

  • ધારાસભ્યની ઓફિસ બહાર ધરણા શરૂ
  • ધારાસભ્ય પર રહિશોએ આક્ષેપો કર્યા
  • વિરોધ વધતા પોલીસ બોલાવવી પડી

DivyaBhaskar.com

May 16, 2019, 03:57 PM IST

સુરતઃ સુરતની ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ટીપી રોડના કબજાની કામગીરી માટે વરાછામાં ખાડી કિનારે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. અને સાતથી આઠ જેટલા મકાનો નોટીસ પાઠવી તાત્કાલિક ખાલી કરવી તોડી પાડવામાં આવ્યા છે. જેથી સોસાયટીના રહિશોમાં રોષ ફેલાયો છે. રહિશો પરિવાર સાથે ઘરવખરીના સામાન લઈ કરંજના ભાજપ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ઓફિસ પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે.

સમગ્ર ઘટના શું છે

સુરતમાંથી પસાર થતી વરાછા વિસ્તારની ખાડી ડેવલપમેન્ટની કામગીરી સાથે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટીપી સ્કીમ નંબર 34 (મગોબ-ડુંભાલ)માં ફાઈનલ પ્લોટ નંબર 28માં વિવેકાનંદ સોસાયટી આવી છે. જે ટીપી રોડ પર અને ખાડી કિનારે બની છે. 35 વર્ષ પહેલાં બનેલી આ સોસાયટી ખાડી ડેવલપમેન્ટ અને ટીપી રોડ પર આવતી હોય તેને ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસ બાદ સોસાયટીના 39 માકન પૈકી 21 મિલકતધારકોએ કોર્ટમાં અપીલ કરી છે. કોર્ટ હીયરીંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી ન કરવા માટે જણાવ્યું હતું. જેથી બાકી રહેલા 18 મકાન ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને સાત જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલીશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે, બંદોબસ્ત મળ્યો નથી. અને પાલિકા દ્વારા ડિમોલીશનની લોકોને સમજાવી હાથ ધરવામાં આવ્યું હતું.

ધારાસભ્યએ વિશ્વાસ તોડ્યો છેઃ રહિશો

વિવેકાનંદ સોસાયટીના રહિશ રસિકભાઈએ જણાવ્યું હતું કે, હું વિવેકાનંદ સોસાયટીમાં 1995થી રહું છું. સોસાયટી બની ત્યારે કોઈ ટીપી રોડ હતો જ નહીં. ત્યારબાદ ટીપી રોડ કેવી રીતે લેવામાં આવ્યો તએ અંગે અમને કોઈ જાણકારી નથી. ટીપી રોડ ફાઈનલ થતા નોટીસ આપી મકાન ખઆલી કરાવ્યા છે. પહેલાં નોટીસ આવી અટલે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ વિશ્વાસ આપ્યો હતો કે, તમારા માકન કંઈ નહીં થાય . તમારા સુધી આ નોટીસ ભૂલથી પહોંચી ગઈ છે. ચૂંટણી બાદ તમારા મકાન બસે તેવી વ્યવસ્થા કરાવી આપીશું. તેના બદલે અત્યારે બળજબરીથી મકાન ખાલી કરાવી સાત જેટલા મકાનો તોડી પાડ્યા છે. ચૂંટણી પહેલાં 15 દિવસથી જ ખબર પડી છે કે, અમે રહીએ છીએ ત્યાં ટીપી રોડ છે. કોઈ પણ પ્રકારની જાણકારી નથી. અંદરખાને આ આખો રોડ થઈ ગયો છે. અમારે તો અમારા ઘર જોઈએ છે. અમે બેધર ક્યાં જવાના. કોને ફાયદો પહોંચાડવા માટે આટલો મોટો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ વિશ્વાસ આપ્યો હતો જેથી તેની પાસે આવ્યા હતા. હવે તો ફોન પણ ઉઠાવવાના બંધ કરી દીધા છે. ફોન ઉઠાવે તો કહે છે કે, પગલમાં ફ્રેક્ચર થયું છે.હું નહીં આવી શકું.

પાલિકા કમિશનરે બાંહેધરી આપી છેઃ ધારાસભ્ય

ખાડી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. વર્ષો પહેલાં ટીપી ફાઈનલ થઈ ગયો હતો. હવે પાલિકા કામગીરી કરી રહી છે. સરકારમાં પણ રજૂઆત કરી છે. સુરત પાલિકા કમિશનરને રજૂઆત કરી છે. જોકે, ટીપી ફાઈનલ થઈ ગયો હોવાથી કામગારી થઈ રહી છે. રજૂઆત કરી હતી કે, સોસાયટી જૂની છે. નાના માણસો છે.10-10 ફૂટ એક સાઈડ ઓછું કપાય. આગળ હજુ ખાડીનું કામ કરવાનું બાકી છે. જેને આખા મકામ જવાના છે તેમને એલાઈજી અથવા એમઆઈજીમાં મકાન આપવા માટેની પાલિકા કમિશનરે બાંહેધરી આપી છે.

ચાર વાગ્યે પાલિકામાં રજૂઆત કરાશે

ધારાસભ્યની ઓફિસ પર વિવેકાનંદ સોસાયટીના મકાનો તોડી પડાતા રહિશો પરિવાર અને ઘરવખરીના સામાન સાથે પહોંચ્યા હતા. અને થાળીઓ વગાડી મહિલાઓએ વિરોધ નોંધાવી ધરણા પર બેસી ગયા હતા. વિરોધ ઉગ્ર થતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. અને તમામ લોકોને ઓફિસની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ રહિશોની ફરિયાદ સાંભળી હતી. અને ચાર વાગ્યે પાલિકામાં રજૂઆત કરવા માટે બાંહેધરી આપી હતી. જોકે, રહિશોએ ચાર વાગ્યા સુધી ઓફિસ બહાર જ બેસી રહેવાનો નિર્ણય કર્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી