ભરૂચ / નર્મદા માટે 9 વર્ષમાં 70 વખત ‘શાહી’ બેઅસર, હવે ‘રક્ત’થી પ્રાર્થના પત્ર

Narmada's 'ink' neutralized 70 times in 9 years, now a prayer letter from 'blood'

  • નર્મદાની દુર્દશા જોવા છતાં નેતાઓનું લોહી ઉકળતુ નથી
  • 2010થી 6,000 કયુસેક પાણી છોડવા વારંવાર માગણી
  • માછીમારો લોહીનું બલિદાન આપવા પણ તૈયાર

DivyaBhaskar.com

May 17, 2019, 03:11 AM IST

ભરૂચ: પાવન સલિલા મા નર્મદાની દુર્દશા જોઇ સરકાર કે નેતાઓનું લોહી ભલે ન ઉકળતું હોય પણ બેકારીના ખપ્પરમાં હોમાયેલા માછીમારોનું લોહી જરૂરથી ઉકળી ઉઠયું છે. નર્મદા ડેમમાંથી 6,000 કયુસેક પાણી છોડવાની માંગ સાથે માછીમાર સહિત વિવિધ સંગઠનો લડત ચલાવી રહ્યાં છે પણ ચાર વર્ષમાં નદીને સરકારે સુકવી નાંખી છે. ભરૂચ શહેરના માછીમારોએ 2010થી અત્યાર સુધીમાં 70થી વધારે વખત આવેદનપત્ર આપી વિવિધ જગ્યાએ રજૂઆત કરી છે પણ પરિણામ શુન્ય જ મળ્યું છે.

ગુરૂવારે 71મી વખત માછીમારોએ લોહીથી લખેલો પ્રાર્થનાપત્ર તંત્રવાહકોને સુપરત કર્યો હતો. નર્મદા ડેમમાંથી માત્ર 600 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. 161 કીમીના ડાઉનસ્ટ્રીમ માટે આ પાણી ઓછું પડી રહયું હોવાથી નર્મદા નદી સુકીભઠ બની ચુકી છે. નર્મદા નદી સુકાઇ જતાં માછીમારી, ખેતી, પ્રવાસન તથા ધાર્મિક ક્ષેત્રમાં માઠી અસરો વર્તાઇ રહી છે. માછીમાર સમાજના લોહીથી પ્રાર્થનાપત્ર લખી સરકારને વિનંતી કરવામાં આવી છે. નર્મદા મૈયાને જીવંત રાખવા માછીમાર સમાજ લોહીનું બલિદાન આપવા પણ તૈયાર છે.

માછીમારોએ લખેલા પત્રમાં શું લખવામાં આવ્યું છે?

જય ભારત સાથ પ્રાર્થના હે કી સરદાર સરોવર ડેમ સે પાની નહિ છોડને કે કારણ ગુજરાત રાજય કે વડોદરા, નર્મદા ઔર ભરૂચ જિલ્લે સે બારહ મહિને દો કિનારે બહતી પશ્ચિમ ભારત કી સબસે બડી મા નર્મદા નદી સુખ કે નમક કા રેગીસ્તાન હો ગઇ હે. હજારો તીર્થસ્થાન બંજર હો ગયે હૈ. મા નર્મદા પરિક્રમા ખંડિત હો ગઇ હૈ. લોગો કી ધાર્મિક આસ્થાઓંકો ઠેસ પહોંચ રહી હૈ, પશુ -પક્ષી પ્યાસ સે મર રહે હે, વિશ્વ કી સબસે પુરાની મા નર્મદા સંસ્કૃતિ ઔર જીવસૃષ્ટી કા વિનાશ હો રહા હૈ.

કિનારે કે હજારો કિશાન, માલધારી, મછુવારે બેરોજગાર હો રહે હૈ, બસ્તી બઢને સે ઉદ્યોગો મે બઢોતરી, ઝનોર, મંગલેશ્વર, નાંદ કે ઇન્ટેક પંપિંગ સ્ટેશનો સે 2000 કયુસેક સે જયાદા પાની ખીંચ લેને સે નદી સૂખ રહી હૈ. નર્મદા નદીબચાને કે લીએ ડેમ સે 6,000 કયુસેક પાની છોડને કા તત્કાલ નિર્ણય લે ને કી પ્રાર્થના હૈ.

X
Narmada's 'ink' neutralized 70 times in 9 years, now a prayer letter from 'blood'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી