છેતરપિંડી / સુરતના બિલ્ડરોને લાલચ આપીને મુંબઈ લંડનના ગઠિયાઓએ 1.65 કરોડ ખંખેર્યા

Mumbai london tigers pummeled 1.65 crores by luring the builders of Surat

  • 200 કરોડથી વધુ રૂપિયાનું ફંડ આપવાની લાલચ આપેલી
  • બિલ્ડરોને વાર્ષિક માત્ર 4 ટકા વ્યાજ આપવાની વાત કરેલી

DivyaBhaskar.com

May 16, 2019, 07:39 PM IST

સુરતઃમુંબઈ-લંડનના ગઠિયાઓએ સુરતના બિલ્ડરોને વાર્ષિક માત્ર 4 ટકા વ્યાજે 200 કરોડ રૂપિયાથી વધુનું ફંડ આપવાની લાલચ આપીને બિલ્ડરો પાસેથી એડવાન્સ પેટે 1.65 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ નક્કી થયેલા કરાર અનુસાર ફંડ પૈકી એક પણ રૂપિયો આપ્યો ન હતો. રૂપિયા માંગતા બિલ્ડરને ધમકી આપવામાં આવી હતી.

નવી કંપનીના નામે રૂપિયા લીધેલા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણા યોગી ચોક ખાતે સર્જન હાઇટર ખાતે રહેતા હસમુખ હરીભાઈ કોરાટ વ્યવસાયે બિલ્ડર છે. 2017માં જમીન દલાલ અલ્પેશ પોપટ પટેલ અને ઉમેશ અરવિંદ ભગતે હસમુખ કોરાટની મુલાકાત શિલ્પી અમરિતલાલ ખીમાણી સાથે કરાવી હતી. શિલ્પી ખીમાણી ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી.ની ડાયરેક્ટર છે અને છેલ્લા 20 વર્ષથી આંતર રાષ્ટ્રિય સ્તરે ફાઈનાન્સનું કામ કરે છે. શિલ્પીએ હસમુખ અને તેમના મિત્ર ઘનશ્યામ રામાણીને જણાવ્યું હતું કે તેમનો ભાગીદાર દિવાંશુ ત્રિભુવનલાલ વૈષ્ણવ પાસે લંડનમાં તેના એકાઉન્ટમાં 55 કરોડ યુએસ ડોલર( આશરે 3800 કરોડ રૂપિયા) ની સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ પડેલી છે. તમે નવીં કંપની ઉભી કરો એટલે તેમાંથી વાર્ષિક માત્ર 4 ટકાએ વ્યાજે ફંડ આપવામાં આવશે.

200 કરોડની જરૂરીયાત હોવાનું કહેલું

જેટલી રકમ જોઈએ એની 0.5 ટકા રકમ એડવાન્સ આપવી પડશે. હસમુખ અને તેમના મિત્રોને મળીને 200 કરોડ રૂપિયાથી વધુની જરૂરત હોવાથી તેઓએ એચજી ક્રિએટર પ્રા.લી. નામ કંપની શરૂ કરી હત. તેઓએ એડવાન્સ પાટે આરટીજીએસથી કુલ 1.65 કરોડ રૂપિયા આપ્યા હતા. હસમુખને શિલ્પી અને દિવ્યાંશુ પર વિશ્વાસ થાય તે માટે તેઓએ 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર પણ કરી આપ્યો હતો. ત્યાર બાદ હસમુખે ફંડની માંગતા બંનેએ રૂપિયા આપ્યા નહતા. સાથે જણાવ્યં કે લંડનમાં કોઈ એકાઉન્ટ કે ફંડ નથી. જો રૂપિયા માંગ

X
Mumbai london tigers pummeled 1.65 crores by luring the builders of Surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી