પહેલ / સુરતમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની માતાને ટ્રાફિક બ્રિગેડની નોકરીની ઓફર

DivyaBhaskar.com

May 16, 2019, 09:15 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ડિંડોલીમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની માતાને આર્થિક રીતે પગભર કરવા પોલીસ રોજગારી આપશે
  • ભવિષ્યમાં સારવાર-ભણતરનો ખર્ચ ઉઠાવી શકે તે માટે બાળકીની માતાને ટીઆરબીમાં નોકરીની ઓફર

સુરતઃ પોલીસ કમિશનર સતીષ શર્મા નાગરિકોને ન્યાય આપવા અને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હોય છે. થોડા મહિના પહેલાં ડિંડોલી વિસ્તારમાં નજીકમાં જ રહેતી 19 વર્ષીય યુવાન દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી પાંચ વર્ષીય બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ બને, તેની સારવાર યોગ્ય રીતે થયા અને તે સ્વમાનભેર જીવી શકે તે માટે બાળકીની માતાને ટીઆરબી(ટ્રાફિક રોડ બ્રિગેડ)ની નોકરીની ઓફર કરવામાં આવી છે. પોલીસની આ ઓફર પીડિતાની માતાએ સ્વિકારી લીધી છે. અને નોકરી માટે ફોર્મ પણ ભરી દીધું છે.

દુષ્કર્મના 16 કલાક બાદ બાળકી મળી હતી

ગત સપ્ટેમ્બર મહિનામાં ડિંડોલીમાં એક જ દિવસે બર્બરતાની બે ઘટના સામે આવી હતી. પાંચ વર્ષીય બાળકીને તેની નજીકમાં જ રહેતો 19 વર્ષીય યુવાન ઉઠાવી ગયો હતો. અને રેલવેના પાટા પાસે આવેલી પાઈલ લાઈનમાં લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે ક્રુરતાપૂર્વક દુષ્કર્મ આચરી તરછોડી યુવાન પોતાના ઘરે આવી ગયો હતો. ઘટનાના 16 કલાક બાદ બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

બાળકીને બચાવવા તબીબોએ સંઘર્ષ કરવો પડ્યો

બાળકીના ગુપ્ત ભાગે થયેલી ઈજા એટલી હદે ગંભીર હતી કે તેને બચાવવા તબીબોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. બાળકી બચી તો ગઈ હતી. જોકે, તેની આંતરિક ઈજાઓ સારી નહીં થતા તેને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવાની નોબત આવી હતી. બાળકી સારી થાય તે માટે પોલીસ કમિશનર સતીષ શર્માએ તમામ પ્રયાસો કર્યા હતા. અને તેને હોસ્પિટલમાં ઉત્તમ કક્ષાની સારવાર મળી રહે તે માટે આર્થિક મદદ પણ કરી હતી. તે સાથે જ બાળકીને ન્યાય મળી રહે તે માટે 35 દિવસની અંદર જ ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દીધી હતી.

માતાએ ટ્રાફિક બ્રિગેડનું ફોર્મ ભરી દીધું

પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે, બાળકીના પિતા મજૂરી કામ કરે છે. નાની ઉંમરે દુષ્કર્મનો ભોગ બનવાને કારણે હજુ પણ બાળકીની શારીરિક સ્થિતી સારી નહીં હોવાની સાથે તેને ભવિષ્યમાં પણ હોસ્પિટલનો ખર્ચો આવવાની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં બાળકીની સારવાર તેનું પરવિાર જાતે કરાવી શકે અને તેઓ સ્વમાનભેર જીવે શકે તે માટે પોલીસ કમિશનરે બાળકીની માતાને પગભર બનાવવાનો નિર્ણય લીધો છે. અને બાળકીની માતાને ટીઆરબી તરીકેની નોકરીની ઓફરી કરી હતી. રોજના 300 રૂપિયા કમાવી આપતી આ નોકરીની પોલીસ કમિશનરની ઓફરને બાળકીની માતાએ સહર્ષ સ્વિકારી લીધી છે. અને ફોર્મ પણ ભરી દીધું છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી