કેવી રીતે તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી? CCTVમાં જોવા મળ્યા દ્વશ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલોડ થતાં આગ લાગી હતી

સુરતઃ સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાના અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે. સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે તક્ષશિલા આર્કેડની સામે લાગેલા એક સીસીટીવીમાં કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલોડ થતાં ભડકેલી આગના દ્વશ્યો જોવા મળ્યા છે. આ આગના કારણે બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં.