બેદરકારી / સુરતમાં ફાયર વિભાગે સીલ મારી દેતા ઇન્સ્યોરન્સની ઓફિસમાં કર્મચારી ફસાયો

  • ઓફિસ બંધ હોવાથી બહારથી જ સીલ મારી દીધું
  • ફાયર વિભાગે સીલ તોડી કર્મચારીને બહાર કાઢ્યો

DivyaBhaskar.com

May 16, 2019, 09:45 AM IST

સુરતઃ આજે ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાને લઈને અલગ અલગ વિસ્તારમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મોટા વરાછા ખાતે ફાયર વિભાગની બેદરકારી સામે આવી છે. મોટા વરાછામાં ફાયર વિભાગે ઈન્સ્યોરન્સની ઓફિસમાં સીલ મારી દીધું હતું. જેથી ઓફિસમાં હાજર એક કર્મચારી ફસાઈ ગયો હતો.

ઓફિસમાં ફસાયેલા યુવાને બુમાબુમ કરી

મોટા વરાછા ખાતે આવેલા ધારા આક્રેડ કોમ્પલેક્ષની ઓફિસને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જેમાં 305 નંબરમાં ઈન્સ્યોરન્સની ઓફિસ આવેલી છે. ફાયર વિભાગે ઓફિસનું શટર બંધ હોવાથી બહારથી જ સીલ મારી દીધું હતું. ઓફિસમાં હાજર અઝર નામનો કર્મચારી ઓફિસમાં જ ફસાઈ ગયો હતો. ફાયર વિભાગ સીલ મારી જતું રહ્યું હતું. જોકે, ઓફિસમાં ફસાયેલા યુવાને બુમાબુમ કરી હતી. જેથી કોમ્પલેક્ષના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગે સીલ તોડી યુવકને બહાર કાઢ્યો હતો. અને ફરી સીલ મારી દીધું હતું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી