સુરતના દરિયાઈ માર્ગે હોટમાં ડિઝલ ચોરીનું કૌભાંડનો રેલામાં ઘણા ભેરવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનર તપાસ કરાવે તો કૌંભાડ ખુલી શકે
  • ડિઝલ ચોરીનું મોટું રેકેટ બહાર આવી શકે

સુરતઃદરિયા માર્ગે બોટમાં લાખો-કરોડોના ડિઝલની ચોરી કરતા માફીયાઓની તપાસ કરવામાં આવે તો જહાજના કેપ્તાન સહિતનો સ્ટાફ પણ ભેરવાય શકે છે. હાલમાં આ કેસની તપાસ ડુમસ પોલીસ કરી રહી છે. જો કે ખરેખર આ ગંભીર કેસની તપાસ પોલીસ કમિશનર સતીશ શર્મા તેના વિશ્વાસું ઓફિસર પાસે કરાવે તો જહાજમાંથી ડિઝલ ચોરીનું મોટું રેકેટ બહાર આવી શકે છે. ત્રણેક દિવસ પહેલા પીસીબીએ 1 લાખનો ડિઝલ ભરેલો ટેમ્પો પકડી પાડયો હતો. ટેમ્પો ચાલક બળવંત અમૃત પટેલ ડિઝલ માફીયા મનીષ પટેલના આભવા ખાતે આવેલા ઝીંગા તળાવ પર ડિઝલના બેરેલ સ્ટોક કરવા જતો હતો. તે વખતે પીસીબીના હાથે ઝડપાય ગયો હતો.

કોલ ડિટેઈલ્સથી તપાસ કરવી જોઈએ

પીસીબીના તેની સામે કાર્યવાહી કરી ડિઝલ અને ટેમ્પો સહિત 4.07 લાખનો મુદામાલ ડુમસ પોલીસને સૌપી દીધો હતો. ડુમસ પોલીસની તપાસમાં ગવિયરના મનીષ પટેલનું નામ માત્ર ખૂલ્યું છે. જો કે મનીષની સાથે દરિયા માર્ગે જહાજમાંથી ડિઝલ ચોરીમાં તેજસ, રાજો પણ સામેલ છે અને આ ત્રિપુટી ટોળકીએ ડિઝલચોરીના ધંધામાં કરોડોની કમાણી કરી લાખો-કરોડોની સંપતિ વસાવી છે. ત્રણેય ડિઝલ માફીયાઓની કોલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવે તો જહાજના કેપ્તાન તેમજ કુ-મેમ્બરો સહિતના નામો બહાર આવી શકે છે. પરંતુ ડુમસ પોલીસ આ ત્રણેયની કોલ ડિટેઇલ્સની તપાસ કરાવવાની તસ્દી લેશે ખરી તે એક તપાસનો વિષય છે.

ઈચ્છાપોરમાં ડિઝલ કાઢતા બે પકડાયા

ટેન્કમાંથી ડિઝલ કાઢતા બે પકડાયાને ઈરછાપોર પોલીસે પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. વધુમાં આ બાબતે ઈરછાપોર પોલીસના સર્વલન્સ સ્ટાફે સોમવારે સાંજે ઈરછાપોર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન ટેન્કમાંથી ડિઝલ કાઢીને ટવેરામાં ગાડીમાં લઈ જતા બેને દબોચી લીધા હતા. જેમાં સલીમ હૈદર પિંજારી અને શબ્બીર અબ્દુલ પિંજારી(બન્ને રહે,ભીંડી બજાર,ઉનપાટીયા,સચીન) પાસેથી ઈરછાપોર પોલીસે એક બાઇક, ટવેરા ગાડી અને 20 લિટર ડિઝલ મળીને 2.66 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.