નવસારી ડેપોમાં ડ્રાઇવર વિનાની બસે રિક્ષાને કચડી નાખી, CCTV

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ડેપોમાંથી બહાર નીકળી બસે રિક્ષાને અડફેટે લીધી - Divya Bhaskar
નવસારી ડેપોમાંથી બહાર નીકળી બસે રિક્ષાને અડફેટે લીધી
  • 5 મહિના પહેલાં જ્યાં 3નો ભોગ લેવાયો હતો ત્યાં ફરી અકસ્માત
  • ડ્રાઈવર ઊતરી ગયો ને ન્યૂટ્રલ થતાં બસ આગળ ધસી ગઈ

સુરતઃ નવસારી એસટી ડેપો ઉપર અચાનક ડેપોમાંથી બસ આગળ ધસીને ડેપો બહાર ઉભેલી રિક્ષાને કચડી નાખી હતી. સદનસીબે આ ઘટનામાં બે વ્યક્તિના જીવ બચી ગયા હતા. જ્યારે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું. ઉપરાંત ફળ વેચતી મહિલાનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.

ડેપો બહાર રિક્ષાને અડફેટે લઈ લીધી

નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે. અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે  પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા. આ ઘટનાને હજી 5 માસ થયા જેટલો જ સમય થયો છે ત્યાં જ આવી મોટી ઘટના બનતા સદનસીબે રહી ગઈ હતી. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ નવસારી ડેપોની દાંડીની બસ (નં. GJ-18-Y-8022) નવસારી ડેપો પર પહોંચી હતી. પ્લેટફોર્મ નંબર 9 પરથી પુનઃ કૃષ્ણપુર જવા રવાના થવાની હતી. ચાલક ઉપેન્દ્ર બારોટે બસને પ્લેટફોર્મ ઉપર મૂકીને કંડકટર સાથે ફ્રેશ થવા નીકળ્યા હતા અને ગણતરીની મિનિટમાં બસ આગળ વધવા લાગી હતી અને તે 50 મિટર આગળ વધીને ડેપો બહાર રિક્ષાને અડફેટે લઈ લીધી હતી. બસમાં ચાલક ન હોવાથી સૌ અવાક રહી ગયા હતા. ચાલકે બસ કેવી રીતે મૂકી કે તે આગળ વધી જઈને ઉભેલી રિક્ષામાં ભટકાઈ ગઈ. જોકે રિક્ષામા વચ્ચે ન આવી હોત તો બસ એ કેટલાનો ભોગ લીધો હોત. 

ઢોળાવ હોય વાહન આગળ ધસી જાય છે

નવસારી ડેપો ઢાળવાળો હોય ડેપો પર મુકેલું વાહન આગળના ભાગે ધસી જાય છે. નવસારી ડેપોમાં દાંડીથી આવેલી બસના ચાલકે પણ ડેપો પર બસ રિવર્સ ગિયરમાં મુકી હતી, પરંતુ તે યોગ્ય રીતે કામ ન કરતા બસ ગણતરીની મિનિટોમાં જ આગળ ધપી ગઈ હતી અને અકસ્માતની ઘટના સર્જાઈ હતી. 

ગાડી ગિયરમાંથી નીકળી જતા આગળ ધપી

બસચાલક ઉપેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે, ડેપો પર દાંડીથી આવીને કૃષ્ણપુર જવાના હોય ગાડી રિવર્સ કરીને ગિયરમાં મુકી હતી. પરંતુ સંજોગોવશાત ગાડી ગિયરમાંથી નીકળી જતા આગળ ધપી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. 

દીવાલ અડી બેસતાં બચી

બાલુબેન દેવીપુજકે જણાવ્યું હતું કે, દિવાલની બાજુમાં બેસી હતી અને બસ આવી ટોપલાને કચડી  રિક્ષામાં અથડાઈ. હું દિવાલને અડીને બેસી હતી એટલે બચી. 

નમાજ પઢવા ગયો ને બચ્યો
રિક્ષાચાલક અલ્તમસ શેખે જણાવ્યું હતું કે, બપોરે હું નમાઝ પઢવા ગયો  ત્યારે અચાનક બસ આવી મારી રિક્ષા સાથે અથડાતા પલટી મારી હતી.  અલ્લાહે મારો જીવ બચાવી લીધો.

તપાસ ચાલી રહી છે

નવસારી ડેપોના ઈન્ચાર્જ મેનેજર ધીરૂભાઈએ જણાવ્યું હતું કે, ચાલકનું કહેવું છે કે ગાડી રિવર્સ ગિયરમાં હતી પરંતુ ગાડી રિવર્સ ગિયરમાં હોત તો આગળ વધે નહીં. ભૂલથી એમને એવું લાગ્યું અને ઘટના બની હોવાનું અનુમાન છે. તપાસ ચાલી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...