માવઠું / વલસાડ તાલુકાના ધનોરી ગામ ખાતે કમોસમી વરસાદ પડ્યો

  • સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભેજમાં વધારો
  • ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે

DivyaBhaskar.com

May 10, 2019, 07:40 PM IST

સુરતઃ વલસાડમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. દરમિયાન તાલુકાના ધનોરી ગામ ખાતે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને ગરમીમાં રાહત મળી હતી. જોકે, કમોસમી વરસાદના પગલે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ઉભી થઈ છે.

વરસાદની આગાહી

સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓની સાથે વરસાદની આગાહી છે. જેના કારણે ખેડૂતોને માલમિલકતની તકેદારી રાખવા જણાવ્યું હતું. વાતાવરણ પલટાને કારણે લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેથી વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે. 72 કલાક બાદ ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે.

નુકશાનની ભીતિ

આજે(શુક્રવાર) સવારથી વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ બપોરે વસલાડ તાલુકાના કેટલાક છેવાડાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધનોરી અને આસપાસના વિસ્તારોમાં માવઠાને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. કેરીના પાકને નુકશાનની ભીતિને પગલે ખેડૂતો ચિંતીત બન્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી