આપવીતી / અમદાવાદની સગીરા ટ્રેનમાં સુરત પહોંચી ગઈ, કહ્યું- મારા સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • માતાની ગેરહાજરીમાં સાવકા પિતા શારીરિક અડપલા કરતા હતા
  • મુંબઈ જવા નીકળેલી સગીરા ટ્રેનમાં રડવા લાગતા 181ને જાણ કરાઈ

DivyaBhaskar.com

May 15, 2019, 02:35 PM IST

સુરતઃ અમદાવાદની એક 14 વર્ષીય સગીરા ટ્રેનમાં બેસી સુરત પહોંચી ગઈ હતી. અને ટ્રેનમાં રડતી હોવાથી મહિલાઓએ 181 હેલ્પલાઈનને જાણ કરી હતી. જેથી 181ની ટીમ દ્વારા સગીરાને સિવિલ હોસ્પિટલ ખાતે સખી વન સ્ટોપ ખાતે રાખવામાં આવી છે. અને શારીરિક તપાસ કરવામાં આવી રહી છે.

બે દીકરી સાથે સાવકા પિતાની હરકત

મળતી માહિતી પ્રમાણે 14 વર્ષીય સગીરા મૂળ યુપીની અને અમદાવાદમાં ણીનગર ખાતે આવેલા વિનોબાભાવે નગરમાં રહે છે. પહેલાં પિતા માનસિક બિમાર હોવાથી ઘરેથી ક્યાંય ચાલી ગયા હતા. જેથી તેની માતા બીજા લગ્ન કર્યા હતા. પહેલાં પિતાની બે બહેનો છે. અને ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં માતા-સાવકા પિતા અને તેના બે સંતાનો સાથે રહે છે. માતા બહાર ગામ જતી ત્યારે તેના સાવકા પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વારંવાર માતાની ગેરહાજરીમાં બંને બહેનો સાથે શારીરિક અડપલા કરતા હતા. જેથી કંટાળી ગયેલી સગીરા ગત રાત્રે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી.

સખી વન સ્ટોપ વિભાગ સગીરાની તપાસ

સગીરાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં તેના નાના-નાની પાસે જવાની ઈચ્છા હતા. જેથી ટ્રેનમાં મહિલાના ડબ્બામાં ચડી ગઈ હતી. દરમિયાન પિતાની હરકતો યાદ આવી જતા ટ્રેનમાં જ રડવા લાગી હતી. જેથી મહિલાના ડબ્બામાં રહેલી મહિલાઓએ સપોર્ટ કર્યો હતો. અને 181 મહિલા હેલ્પલાઈનને જાણ કરી હતી. ત્યારબાદ સુરત સ્ટેશન આવતા સગીરાને 181ની ટીમને સોંપી દેવામાં આવી હતી. 181ની ટીમ રાત્રે 2 વાગ્યે સગીરાને લઈને સિવિલ હોસ્પિટલના સખી વન સ્ટોપ વિભાગ પહોંચી હતી. અને પૂછપરછ કરી હતી. જેમાં આ તમામ હકીકત જણાવી હતી. હાલ એમએલી કેસ હેઠળ સગીરાની શીરિક તપાસ કરવામાં આવી રહી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી