વલસાડ / પત્નીને ગર્ભવતી બનાવી લગ્નના 1 માસ બાદ પતિએ તરછોડી, હવે દીકરાની માંગ કરી હુમલો કર્યો

After 1 month of marriage husband abandoned his wife and now he  attacked and demanded son

  • પત્નીએ વલસાડ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો છે
  • પત્ની કોર્ટમાં જતાં પતિનો પત્નીના પરિવાર પર હુમલો

DivyaBhaskar.com

May 15, 2019, 10:46 AM IST

સુરતઃ વલસાડ તાલુકાના વાંકલ ગામની યુવતી સાથે પ્રેમ કરીને યુવકે ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ વલસાડ સિવિલ કોર્ટમાં પ્રેમલગ્ન કરી યુવક યુવતીને ઘરે લઇ ગયો હતો. લગ્નના એક મહિનામાં મનમેળ ન થતા પતિએ પત્નીને તરછોડી પિયર મોકલી આપી હતી. પત્નીએ વલસાડ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. દુલસાડ ગામે પતિએ પત્ની પાસેથી 6 માસનો દીકરો માંગતા પત્નીએ ના પાડતા ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીના પરિવાર પર હુમલો કર્યો હતો. સાસુએ વલસાડ રૂરલ પોલીસ મથકે જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દીકરો આપવાની ના કહેતા પતિ ઉશ્કેરાયો

વલસાડ તાલુકાના વાંકલ ભેકલા ફળિયામાં રહેતી 37 વર્ષીય મીનાબેન સુરેશભાઈ પટેલ તેના જેઠાણીના દીકરાના લગ્નમાં દુલસાડ ગામ ખાતે રવિવારે રાત્રે મીનાબેન, દીકરો એનિશ, દીકરી સપના તથા સંબંધી મયુર ભાઈ સાથે ગયા હતા. જ્યાં સપનાનો પતિ રિતેશ પટેલ અને તેનો ભાઈ કૌશિક પટેલ ત્યાં હાજર હતા. રિતેશે સપનાનો 6 માસના દીકરાની માંગ કરવા લાગ્યો હતો. સપનાએ દીકરો આપવાની ના પાડતા રિતેશ ગુસ્સે ભરાયો હતો. દુલસાડ ગામના લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રે 1 કલાકે વાંકલ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં નંદીગ્રામ પાસે પતિ રિતેશ પટેલ અને કૌશિક પટેલ ઉભા હતા. સપના અને તેની માતા ને જોઈને નાલાયક ગાળો આપવા લાગેલ હતો.

પત્નીના ભાઈઓને માર માર્યો

રિતેશે અને કૌશિકે સપનાનો ભાઈ એનિશ અને દીપ સાથે ઝઘડો કરી ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. મીના પટેલ વચ્ચે પડતા વધારે મારથી એનિશ અને દીપને બચાવ્યા હતા. સોમવારે સવારે મીનાબેન પટેલના ઘરે રિતેશ અને રણજીતભાઇ પટેલ સાથે ઘરે આવ્યા હતા. રિતેશે સાસુ પત્ની અને સાળાને મારી નાખવાની ધમકી આપી હતી. દીકરા એનિશ અને દીપને રિતેશ દ્વારા મરાયેલા મારથી બંનેને દુખાવો થતો હતો. બંનેને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સાસુએ વલસાડ રૂરલ પોલીસ મથકે જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જન્મેલો પુત્ર ન આપતા મારામારી કરી

ફરિયાદી માતા મીના સુરેશ પટેલે જણાવ્યું હતું કે, રિતેશ અને સપના વચ્ચે પ્રેમ દરમિયાન સપના ગર્ભવતી બની હતી. ઓક્ટોબર 2018માં વલસાડ સિવિલ કોર્ટ ખાતે બંનેએ લગ્ન કર્યા હતા. બંને વચ્ચે મનમેળ ન થતા દીકરીને ઘરે પરત મોકલ્યા બાદ સપનાએ દીકરાને જન્મ આપ્યો હતો. સપનાએ રિતેશ ઉપર ખાધા ખોરાકીનો કેસ કરતા જેની અદાવત રાખીને રિતેશે અમારા પરિવાર ઉપર હુમલો કર્યો છે.

X
After 1 month of marriage husband abandoned his wife and now he  attacked and demanded son
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી