હુમલો / સુરતના લિંબાયતમાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મીને માથા પર લાકડાનો ફટકો ફટકાર્યો

DivyaBhaskar.com

May 16, 2019, 09:25 AM IST

  • મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા ગયો હતો
  • પોલીસ પકડવા આવી હોવાની જાણ થતા જ આરોપીએ હુમલો કર્યો

સુરતઃ લિંબાયત વિસ્તારમાં ગત રોજ રાત્રે આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પોલીસ કર્મીને માથામાં લાકડાનો ફટકો મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

મળતી માહિતી પ્રમાણે ગત રોજ મારામારી સહિત અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે કબૂતરને પકડવા માટે લિંબાયતનો પોલીસ કર્મી ગયો હતો. પોલીસ પકડવા આવી હોવાની જાણ થતા જ આરોપીએ લાકડાના ફટકા વડે હુમલો કરી દીધો હતો. જેમાં પોલીસ કર્મીને લાકડાનો ફટકો માથા પર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અને આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી